સુરતમાં ત્રણ બાળકો સહિત 7 લોકોનો સામુહિક આપઘાત, જાણો શું લખ્યુ હતું સુસાઈડ નોટમાં?

ગુજરાતમાં ફરી એક વખત સામુહિક આપઘાતની ચૌકાવનારી બાબત સામે આવી છે. સુરતના પાલનપુર પાટિયા પાસે એક પરિવારના 7 લોકોએ આત્મહત્યા કરી છે. આમાં 3 બાળકો પણ સામેલ છે.

સુરતના પાલનપુર જકાતનાકા પાસે ફર્નિચરના વેપારી અને તેના પરિવારના 6 લોકો સહિત કુલ સાત લોકોના ઝેર પીવાથી મોત થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, આર્થિક તંગીના કારણે પરિવારે સામૂહિક આત્મહત્યા કરી છે.

Mass Suicide surat

મૃતકોની ઓળખ મનીષ સોલંકી અને તેમના પરિવાર તરીકે કરાઈ છે. વેપારી સિલિંગ ફેન સાથે લટકેલી હાલતમાં મળ્યા હતા. અન્ય 6 લોકોમાં પત્ની રીટા, પિતા કનુ, માતા શોભા અને ત્રણ બાળકોમાં દિશા, કાવ્યા અને કુશલનો સમાવેશ થાય છે.

સ્થાનિકો અનુસાર, મનીષ સોલંકી લગભગ 35 સુથારો અને મજૂરો કામ કરતા હતા. આ કામદારો શનિવારે સવારે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તેમણે ફોનનો જવાબ આપ્યો અને ઘરનો દરવાજો ન ખોલ્યો.

ત્યારબાદ સ્થાનિકો ઘરની પાછળની બારી તોડી ઘરમાં પ્રવેશ્યા હતા. આ પછી પોલીસને જાણ કરતા તપાસ માટે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

પોલીસે હજુ સુધી ચોક્કસ વિગતો શેર કરી નથી પરંતુ તેમને ઘરમાંથી એક સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં સોલંકીએ કથિત રીતે કેટલીક આર્થિક તંગીનો ઉલ્લેખ કર્યો છે પરંતુ કોઈનું નામ લીધું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X