For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત જિલ્લામાં 1 લાખ 33 હજારથી વધુ નવા મતદારો ઉમેરાયા!

2022ના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે અને તે પહેલા ચૂંટણી વિભાગે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પર ભાર મુક્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : 2022ના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થશે અને તે પહેલા ચૂંટણી વિભાગે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પર ભાર મુક્યો છે. જાન્યુઆરી માસમાં જ નવા વર્ષની શરૂઆત થતા જ મતદાર યાદી વિશેષ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 અંતર્ગત જાહેર કરાયેલી સુરત જિલ્લાની મતદાર યાદીમાં એક લાખ 33 હજાર 503 મતદારોના નવા નામ નોંધાયા છે. આ સાથે સુરત જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા 46 લાખ 86 હજાર 199 થઈ ગઈ છે.

election

મતદાર યાદી વિશેષ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 અંતર્ગત સુરત જિલ્લાની તમામ 16 વિધાનસભા મતવિસ્તારની તૈયાર થયેલ મતદાર યાદી 5 જાન્યુઆરીએ જ જાહેર કરવામાં આવી છે. આ નવી મતદાર યાદીમાં 25 લાખ 24 હજાર 465 પુરૂષ મતદારોનો સમાવેશ કરાયો છે, જ્યારે મહિલા મતદારોની સંખ્યા 21 લાખ 61 હજાર 611 છે. આ ઉપરાંત થર્ડ જેન્ડરના મતદારોના રૂપમાં 123 મતદારો સહિત સુરત જિલ્લામાં નવી મતદાર યાદી મુજબ 46 લાખ 86 હજાર 199 મતદારો છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન એક લાખ 33 હજાર 503 નવા મતદારોનો નવી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે 44 હજાર 257 જૂના મતદારોના નામ પણ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે.

નવી મતદાર યાદીમાં 18 વર્ષની વયના નવા મતદારોની સંખ્યામાં 60 હજાર 766 નો વધારો થયો છે જ્યારે 20 થી 29 વર્ષની વયજૂથના નવા મતદારોની સંખ્યા 54 હજાર 671 નોંધાઈ છે. જાન્યુઆરી માસમાં જ નવા વર્ષની શરૂઆત થતા જ મતદાર યાદી વિશેષ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022 અંતર્ગત જાહેર કરાયેલી સુરત જિલ્લાની મતદાર યાદીમાં એક લાખ 33 હજાર 503 મતદારોના નવા નામ નોંધાયા છે. આ સાથે સુરત જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા 46 લાખ 86 હજાર 199 થઈ ગઈ છે.

English summary
More than 1 lakh 33 thousand new voters added in Surat district!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X