સુરતવાસીઓને વડાપ્રધાન મોદીએ આપી બમણી ભેટ, બે મોટા પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત પ્રવાસે આવ્યો છે. જ્યાં તેમણે સુરતવાસીઓને બમણી ભેટ આપી છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રવિવારના રોજ સુરત એરપોર્ટ પર નવા ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જે બાદ વડાપ્રધાન મોદી સુરતના ડાયમંડ સેન્ટર પહોંચ્યા હતા અને સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કર્યું હતું. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું અને આધુનિક ઇન્ટરનેશનલ ડાયમંડ અને જ્વેલરી બિઝનેસ સેન્ટર છે. તે રફ અને પોલિશ્ડ હીરાના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે.

આ કેન્દ્રમાં જ આયાત-નિકાસ માટે કસ્ટમ ક્લિયરન્સ હાઉસ બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેમાં રિટેલ જ્વેલરી માટે મોલ અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ સેન્ટર જેવી સુવિધાઓ પણ હશે.
સુરત એરપોર્ટની વધી સુવિધાઓ - ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારના રોજ PM મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી હતી. જે બાદ સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો હતો.
જે બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસનું વિમાન રવિવારના રોજ સુરત એરપોર્ટથી દુબઈ જશે. નવા ટર્મિનલ બિલ્ડિંગના ઉદ્ઘાટન બાદ આ એરપોર્ટમાં 1800 મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા હશે.
નવા ટર્મિનલની અંદર ગુજરાત અને સુરત શહેરની સંસ્કૃતિને લગતી તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 353.25 કરોડ રૂપિયા છે. એરપોર્ટ પર નવું પાર્કિંગ પણ બનાવવામાં આવ્યું છે.
સુરત ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ છે - સુરતનું ડાયમંડ સેન્ટર વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ હોવાનું કહેવાય છે. જેના કારણે સુરત ડાયમંડ બુર્સનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવેલું છે.
આ ઈમારત 67 લાખ ચોરસ ફૂટમાં બનેલી છે, અને તેને બનાવવામાં લગભગ 3500 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ બિલ્ડિંગમાં 4500 ડાયમંડ ટ્રેડિંગ ઓફિસ એક સાથે કામ કરી શકશે.
આ સમગ્ર બિલ્ડિંગમાં 15 માળના 9 ટાવર બનાવવામાં આવ્યા છે, જેમાં 300 ચોરસ ફૂટથી લઈને એક લાખ ચોરસ ફૂટ સુધીની ઓફિસની જગ્યાઓ બનાવવામાં આવી છે. સુરત ડાયમંડ બુર્સને ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ તરફથી પ્લેટિનમ રેટિંગ પણ મળ્યું છે.
#WATCH | Gujarat: Prime Minister Narendra Modi inaugurates the New Integrated Terminal Building of Surat Airport. pic.twitter.com/79M7UJEZn1
— ANI (@ANI) December 17, 2023












Click it and Unblock the Notifications
