Raksha Bandhan 2021:ભાઈએ રાખડીના બદલામાં બહેનને જીવન આપી દીધુ!
રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી છે, બહેનો પોતાના ભાઈની રક્ષા માટે વિવિધ પ્રકારની રાખડીઓ બાંધવાની તૈયારીઓ કરી રહી છે. આ બધા વચ્ચે એક એવી ઘટના સામે આવી છે, જેમાં ભાઈએ સાચા અર્થમાં બહેનની રક્ષા કરી છે.
રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી છે, બહેનો પોતાના ભાઈની રક્ષા માટે વિવિધ પ્રકારની રાખડીઓ બાંધવાની તૈયારીઓ કરી રહી છે. આ બધા વચ્ચે એક એવી ઘટના સામે આવી છે, જેમાં ભાઈએ સાચા અર્થમાં બહેનની રક્ષા કરી છે. ભાઈએ પથારીએ પડેલી બહેનને જીંદગી આપી દીધી છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય.
Recommended Video

સુરત : ભાઈએ બહેનને કિડનીનું દાન કરી રક્ષાબંધનની ભેટ આપી

આ વાત તાપી જિલ્લાના વડામથક વ્યારાની છે. વ્યારામાં રહેતા લતાબહેનની બન્ને કિડનીઓ 4 વર્ષ પહેલા ખરાબ થઈ ગઈ હતી. લતાબહેન છેલ્લા દોઢ વર્ષની ડાયાલિસિસ કરાવી જીવન ગુજારી રહ્યા હતા. તમે જાણો છો તેમ કિડનીના દર્દીને કિડની મળી જાય તો તે નોર્મલ જીવન જીવી શકે છે. ત્યારે ડોક્ટરે પણ લતાબહેનને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી. ડોક્ટરોની સલાહ બાદ તેમના ભાઈએ બહેન માટે ખરા અર્થમાં રાખડીના બદલે રક્ષાનું સુત્ર સાર્થક કર્યુ હતું.
લતાબહેન અને તેમના ભાઈની કિડની મેચ થતા ભાઈએ બહેનને જિંદગી આપવાનું બીડુ ઝડપ્યુ હતુ. જિંદગીના મધ્યાહને ઉભેલા બહેનની મદદે તેમના નાનાભાઈ રિતેશભાઈ આવતા હવે લતાબહેન સ્વસ્થ જિંદગી જીવી શકશે. બીજી તરફ ડોક્ટરોની સલાહ અનુસાર એક કિડની આપી રિતેશભાઈએ બહેનનું રાખડીનું ઋણ ચુકવી બહેનની જિંદગીની રક્ષા કરી છે. હાલ બન્ને ભાઈ બહેન સ્વસ્થ છે. હોસ્પિટલમાં લતાબહેનનું હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયુ છે.












Click it and Unblock the Notifications
