સુરતઃ અપક્ષ ઉમેદવારના સમર્થકોએ ઢાબામાં તોડફોડ કરી માલિક અને તેના નિત્રોને માર્યા

સુરતઃ અપક્ષ ઉમેદવારના સમર્થકોએ ઢાબામાં તોડફોડ કરી માલિક અને તેના નિત્રોને માર્યા

શહેરના સુદૂર પશ્ચિમમાં આવેલ ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મનપા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારના સમર્થકો દ્વારા મતદાન કરવાના વિવાદમાં એક ઢાબા પર તોડફોડ કરી ઢાબાના માલિક સહિત અન્ય બે શખ્સો સાથે મારપીટ કરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જ્યારે ઉમેદવારના સમર્થકોએ પણ મારપીટનો આરોપ લગાવ્યો છે.

gujarat police

ઈચ્છાપોર પોલીસે બંને પક્ષની ફરિયાદને લઈ તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ મુજબ ઈચ્છાપોર ભૈસાણ રોડ સ્થિત સ્વાગત રેસિડેંસી નિવાસી દીપકસિંહ રાજપૂતે આરોપ લગાવ્યો કે ઈચ્છાપોરના પૂર્વ સરપંચ અને મનપા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર યોગેશ પટેલના સમર્થક વિક્કી, સની, પકો, વિશાલ, કિરણ, છનિયો, અશોક, રમેશ, કમલેશ, ચિરાગ, રાજન, મહેશ અને કિશન સહિત 13 શખ્સોએ તેમના પર હુમલો કર્યો.

શુક્રવારે રાતે 10 વાગ્યે દીપક પોતાના ભાગીદાર અજીત, મિત્ર રવિ, રોહિત અને ઘનશ્યામ સાથે ઢાબા પર બેસીને વાતો કરી રહ્યો હતો. દીપકનો નિત્ર રવિ પાછલા બે-ત્રણ દિવસથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરી રહ્યો હતો. જેના પર તેમણે વાંધો જતાવતાં યોગેશને સમર્થન કરવા કહ્યું. આ વાત પર વિવાદ થયો તો તેમણે ધમકી આપી કે જો યોગેશનું સમર્થન ના કર્યું તો તમને લોકોને અહીંથી ભગાવી દેશું. પછી લાકડી, દંડાથી ઢાબા પર તોડફોડ કરી અને કારમાં પણ તોડફોડ કરી. દીપકે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો તેના માથા પર લાકડીથી પ્રહાર કર્યો અને તેના મિત્રો સાથે મારપીટ કરી. જ્યારે ઈચ્છાપોર નિવાસી વિક્કી ગજ્જરે આરોપ લગાવ્યો કે દીપકસિંહ અને તેના મિત્રોએ કારણવિના ઝઘડો કર્યો અને મારપીટ કરી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ મામલાની તપાસ શરૂ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X