3 વર્ષની બાળ કલાકારે 'સડક 2' ફિલ્મમાં કામ કરી સુરતનુ નામ કર્યુ રોશન, જુઓ ઈન્ટરવ્યુ
ફિલ્મ 'સડક 2'માં અભિનેત્રી આલિયા ભટ્ટના બાળપણના રોલમાં નજરે પડેલી 3 વર્ષની કલાકાર સુરતની આર્યા સાકરિયાએ બૉલિવુડ અને ટેલીવુડમાં સુરતનુ નામ રોશન કર્યુ છે.
સુરતઃ ફિલ્મ 'સડક 2'માં અભિનેત્રી આલિયા ભટ્ટના બાળપણના રોલમાં નજરે પડેલી 3 વર્ષની કલાકાર સુરતની આર્યા સાકરિયાએ બૉલિવુડ અને ટેલીવુડમાં સુરતનુ નામ રોશન કર્યુ છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી અને સાકરિયા પરિવારમાં જન્મેલી આર્યા જાણે વારસામાં જ કલાકારના ગુણ લઈને આવી હોય તેમ આ બાળકીની આટલી નાની વયમાં મેળવેલી પ્રસિદ્ધિ જોઈને લાગી રહ્યુ છે. આર્યાના દાદા ગુજરાતી ફિલ્મોમાં ડાયરેક્ટર તરીકે કામ કરીને અવૉર્ડ પણ મેળવી ચૂક્યા છે. તેમજ આર્યાના માતા અને પિતા પણ થિયેટર આર્ટિસ્ટ છે.

સડક 2માં આલિયા ભટ્ટના નાનપણનુ પાત્ર ભજવ્યુ
આર્યાએ ફિલ્મ સડક 2માં આલિયા ભટ્ટના નાનપણનુ પાત્ર ભજવ્યુ હતુ. આ ઉપરાંત તે ઝી ટીવી પર પ્રસારિત થતી ટીવી સીરિયલોમાં પણ કામ કરી ચૂકી છે. સુરતની આ બાળ કલાકાર આર્યા સાકરિયાએ ઝી ટીવીની સીરિયલ રિશ્તેમાં ખૂબ જ સુંદર રોલ કરીને અવૉર્ડ મેળવી સુરતનુ નામ રોશન કર્યુ છે.

આઈ લવ સુરત
આ અંગે અમારી વન ઈન્ડિયા ચેનલ સાથે બાળ કલાકારે ખાસ વાતચીત કરી હતી. ઈન્ટરવ્યુ દરમિયાન વાતચીતમાં તમને અવૉર્ડ મળ્યો છે તો કેવુ લાગી રહ્યુ છે તેવા પ્રશ્નના જવાબમાં નાનકડી આર્યાએ તેની કાલીઘેલી ભાષામાં કહ્યુ કે, 'બહુ મસ્ત.' સુરતને શું સંદેશ આપશો તેવુ પૂછતા આર્યાએ જણાવ્યુ કે આઈ લવ સુરત.

મારા માટે આ ગર્વની પળોઃ આર્યાના પિતા
આર્યાના પિતા માનવ સાકરિયા જણાવે છે કે અમારા માટે આ ગર્વની વાત છે. શરૂઆતમાં જ્યારે તેણે કામ શરૂ કર્યુ ત્યારે મને આશા નહોતી કે આટલી નાની એજમાં તેને આટલી પ્રોગ્રેસ મળી જશે. કેવુ ફીલ થાય છે તે જણાવવા માટે મારી પાસે શબ્દો નથી. મારા માટે આ ગર્વની પળો છે. સડક 2 અને બ્રોકન 2 ફિલ્મમાં તેણે કામ કર્યુ છે. તેમજ હમારી વ્હાલી ગુડ ન્યૂઝ સીરિયલમાં અત્યારે કામ કરી રહી છે. આ ઉપરાંત પણ ઘણી જાહેરાતોમાં પણ તે કામ કરી ચૂકી છે. આર્યાની સફળતાનો શ્રેય હું તેની મમ્મીને આપુ છુ કારણકે મારા કરતા તેનુ ડેડીકેશન વધુ છે. જે બાળકોને એક્ટીંગમાં રસ હોય તેમના માતાપિતાએ તેમને મોટીવેટ કરવા જોઈએ.












Click it and Unblock the Notifications
