ગુજરાતઃ સુરતના ONGC પ્લાન્ટમાં મોડી રાતે ભીષણ આગ, ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે
ગુજરાતના સુરત સ્થિત તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમના પ્લાન્ટમાં મોડી રાતે 3 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી ગઈ.
નવી દિલ્લીઃ ગુજરાતના સુરત સ્થિત તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમના પ્લાન્ટમાં મોડી રાતે 3 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી ગઈ. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ સુરત સ્થિત ONGCના પ્લાન્ટમાં બુધવારે મોડી રાતે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી. સૂચના મળતા જ ફાયર બ્રિગેડની ડઝનેક ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહી છે. આગ એટલી ભયાનક હતી કે ઘણા કિલોમીટર દૂર સુધી આગની ઉંચી જ્વાળાઓ દેખાઈ રહી હતી.

એએનઆઈએ આગનો વીડિયો પણ શેર કર્યો છે જેમાં બે જગ્યાએ આગની ઉંચી-ઉંચી જ્વાળાઓ દેખાઈ રહી છે. આગના કારણે આસપાસ ધૂમાડો ભરાઈ ગયો છે. ફાયર બ્રિગેડ આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે સુરત સ્શિત ઓએનજીસીમાં આગ લાગવાની આ ઘટના પહેલી નથી. આ પહેલા પણ અહીં ઘણી વાર આગની ઘટના બની ચૂકી છે.
આ દૂર્ઘટનામાં જાનહાનીની આશંકા સેવાઈ રહી છે. સુરક્ષાના કારણોસર મગદલ્લા ચોકડીથી ઈચ્છાપોર ચોકડી સુધીનો હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. આગ લાગ્યા બાદ ત્રણ વ્યક્તિઓ લાપતા હોવાનુ કહેવામાં આવી રહ્યુ છે જેમાં એક સિક્યોરિટી ગાર્ડ અને બે શ્રમિકો હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સનો કાફલો પણ પહોંચી ગયો છે. દૂર્ઘટના સ્થળેથી તમામ કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા છે. આગને કાબુમાં લેવામાં ઘણા કલાકો લાગી શકે છે. રાહત અને બચાવની કામગીરી ચાલુ છે.
#WATCH Gujarat: A fire breaks out at an Oil and Natural Gas Corporation (ONGC) plant in Surat. Fire tenders present at the spot. More details awaited. pic.twitter.com/6xPKHW5PrR
— ANI (@ANI) September 23, 2020












Click it and Unblock the Notifications
