સુરત બિટકોઈન કેસમાં નલિન કોટડિયાને જામીન મળ્યા

સુરતના ચકચારી બિટકોઈન ખંડણી કેસમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ મામલે આજીવન કેદની સજા ભોગવી રહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ગુજરાત હાઈકોર્ટે જામીન મંજૂર કર્યા છે.

કોર્ટે તેમને ૫૦,૦૦૦ના પર્સનલ બોન્ડ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ કેસ ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી તેમની પાસેથી ૧૭૬ બિટકોઈન તથા ૩૨ કરોડની ખંડણી માંગવા અંગેનો છે.

આ ગુનામાં પોલીસ અધિકારીઓ સહિત કુલ ૧૪ આરોપીઓ સામેલ હતા, જેમાં નલિન કોટડિયાનું નામ મુખ્ય આરોપી તરીકે બહાર આવ્યું હતું. અમદાવાદની સ્પેશિયલ ACB કોર્ટે પુરાવા અને સાક્ષીઓના આધારે તમામ ૧૪ આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. આ ચુકાદા બાદ કોટડિયા જેલવાસ ભોગવી રહ્યા હતા.

ACB કોર્ટના આ ચુકાદાને તમામ દોષિતોએ ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને જામીન અરજીઓ પણ કરી હતી. અગાઉ આ કેસમાં ૯ પોલીસ કોન્સ્ટેબલો અને ત્યારબાદ ૮ અન્ય પોલીસ કર્મચારીઓને પણ જામીન મળી ચૂક્યા છે.

હવે નલિન કોટડિયાની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે તેમને શરતી જામીન પર મુક્ત કર્યા છે. જો કે, આ કેસની મુખ્ય અપીલ હજુ હાઈકોર્ટમાં પડતર છે, જેની અંતિમ સુનાવણી ભવિષ્યમાં થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X