Surat City News : સુરતના કરોડોની સંપત્તિ છોડી પત્ની સાથે લીધી દીક્ષા
Surat City News : સુરતના પ્રખ્યાત હીરા વેપારી, જેમનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા 15 કરોડથી વધુ છે, તેમણે વૈભવી જીવન છોડીને સાધુ જીવન જીવવાનું નક્કી કર્યું છે.
51 વર્ષીય બિઝનેસમેન દિપેશ શાહની સાથે તેમની 46 વર્ષીય પત્ની પીકા શાહે પણ ભૌતિક જીવન છોડવાનો નિર્ણય કર્યો હતો. (તસવીર પ્રતિકાત્મક છે)

દંપતીએ તેમનો હીરાનો વ્યવસાય બંધ કરીને દીક્ષાનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું છે. આ પતિપત્ની હવે ત્યાગના માર્ગને અનુસરવામાં અન્ય સાધુઓ સાથે જોડાયા છે.
ઉલ્લેખનીય છે કે, તેમના પુત્ર ભવ્યે 350 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. બીજી તરફ પીકાએ મહિલા સાધુઓ સાથે પગપાળા 500 કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું છે. નોંધનીય બાબત છે કે, તાજેતરમાં દંપતીના મોટા પુત્રના લગ્ન થયા હતા.
ભક્તિ માર્ગે મળશે પરમ શાંતિ - દિપેશ શાહ
દીક્ષા લેવાના નિર્ણય અંગે દિપેશ શાહે જણાવ્યું હતું કે, જ્યારે મારી પુત્રીએ દીક્ષાનો માર્ગ અપનાવ્યો, ત્યારે અમે પણ નક્કી કર્યું હતું કે, એક દિવસ આપણે પણ આ જ માર્ગે ચાલીશું. મેં સંપત્તિ અને સફળતા કમાવી, પરંતુ મને અંતિમ શાંતિ અને સુખ જોઈતું હતું, જે ક્યારેય સમાપ્ત થવાનું ન હોય.
દિપેશ શાહ વધુમાં જણાવે છે કે, જ્યારે આપણે હંમેશા પ્રસન્ન રહેતા સાધુઓને જોઈએ છીએ, ત્યારે આપણે જાણીએ છીએ કે, પરમ શાંતિ અને સુખની આપણી શોધ ત્યાગ અને ભક્તિ દ્વારા જ સમાપ્ત થશે.












Click it and Unblock the Notifications
