Surat Crime News - પૂજારીએ ગળું દબાવી છરીના ઘા મારીને માતાની કરી હત્યા
સુરત શહેરની હદમાં હજીરા નજીક દમકા ગામમાં ઉંઘી રહેલી 55 વર્ષીય મહિલાની હત્યા કરવાના આરોપમાં 24 વર્ષીય પૂજારીની ધરપકડ કરવામાં આવી છે.
Surat Crime News : સુરત શહેરની હદમાં હજીરા નજીક દમકા ગામમાં ઉંઘી રહેલી 55 વર્ષીય મહિલાની હત્યા કરવાના આરોપમાં 24 વર્ષીય પૂજારીની ધરપકડ કરવામાં આવી છે.સુરત પોલીસે કરણ જોશી નામના યુવકની ધરપકડ કરી હતી.
ગુનાની કબૂલાત કરી લીધી
કરણ જોશી નામના યુવકે તેની માતાનું કથિત રીતે ગળું દબાવી દીધું હતું. જે બાદ તેના પેટમાં છરીના ઘા મારીને હત્યા કરી હતી. સુરત પોલીસના જણાવ્યા અનુસાર જોશીએ શરૂઆતમાં ગુના કબૂલ્યો ન હતો, પરંતુ તેની ઉલટ પૂછપરછ દરમિયાન તેનો ભાંડો ફૂટતા ગુનાની કબૂલાત કરી લીધી હતો.

વિવિધ ધાર્મિક વિધિ કરતો હતો આરોપી
જોશીના પિતા વસંત જોશીએ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સુરત પોલીસે આ કેસની વિગતો આપતા જણાવ્યું કે, પિતા-પુત્રની જોડી દમકા ગામ અને આજુબાજુના ગામોમાં તેમના યજમાનોના ઘરે જઇને વિવિધ ધાર્મિક વિધિઓ કરતા હતા.
લગ્ન કરી લેવા માટે દબાણ કરી રહ્યા હતા માતા-પિતા
વસંતે આરોપ લગાવ્યો છે કે, તેમનો પુત્ર કામ કે લગ્ન માટે ગંભીર નથી. તે હંમેશા તેના મિત્રો સાથે રહેવા માંગતો હતો અને તેમના પર ઘણા પૈસા ખર્ચ પણ કરતો હતા. તેના માતા -પિતાએ ધીરે ધીરે તેને પૈસા આપવાનું બંધ કરી દીધું હતું અને તેને લગ્ન કરી લેવા માટે દબાણ કરી રહ્યા હતા. જોશીના માતા-પિતા લાંબા સમય સુધી મિત્રો સાથે ફરવાની તેની આદતોને કારણે તેને ઠપકો આપતા હતા અને તેના કારણે વારંવાર ઝઘડા થતા હતા.

ગીતા ઉંઘી ગઇ ત્યારે કરણ જોશીએ તેનું ગળું દબાવી દીધું
આ અંગે પાડોશીઓએ પોલીસને જાણકારી આપી હતી કે, પરિવારના સભ્યોમાં ઉગ્ર બોલાચાલી સામાન્ય બાબત બની ગઇ હતી. સોમવારની સવારે પણ જોશીએ ઘર છોડતા પહેલા તેના માતા -પિતા સાથે દલીલ કરી હતી. જોશી રાત્રે 9 કલાકે પરત ફર્યો ત્યારે તેની માતાએ દરવાજો ખોલવાની ના પાડી હતી. 15 મિનિટની દલીલ બાદ ગીતાએ જોશીને ઘરમાં આવવા દીધો હતો. જે બાદ ગીતા પોતાના બેડરૂમમાં સુવા ચાલી ગઇ હતી. જ્યારે વસંત બીજા રૂમમાં સૂતો હતો. ગીતા ઉંઘી ગઇ ત્યારે કરણ જોશીએ તેનું ગળું દબાવી દીધું અને તેને છરીના અનેક ઘા પણણ માર્યા હતા. જે કારણે તેની માતા ગીતાનું મોત થયું હતું.
પોલીસે કરણ જોશીની ધરપકડ કરી
સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જે સમયે કરણ જોશી ઘરમાં જ હાજર હતો. વસંતના નિવેદનના આધારે પોલીસે કરણ જોશીની ધરપકડ કરી હતી, આ અંગે પોલીસ અધિકારીએ જાણકારી આપી હતી.












Click it and Unblock the Notifications
