આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં બતાવી તાકાત, દિગ્ગજ હીરા વેપારી મહેશ સવાણી આપમાં શામેલ
રવિવારે સુરતના એક મોટા હીરા વેપારી મહેશ સવાણી દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ઉપસ્થિતિમાં આપમાં શામેલ થયા.
સુરતઃ દિલ્લીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટી(આપ) હવે ગુજરાતની વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી છે. અહીં આવતા વર્ષે ચૂંટણી થવાની છે અને તેના માટે આપ વ્યાપક સ્તરે સભ્યપદ વધારવાનુ અભિયાન ચલાવી રહી છે. દિલ્લીના મુખ્યમંત્રીએ એલાન કર્યુ હતુ કે તેમના ઉમેદવાર ગુજરાતમાં બધી સીટો પર ચૂંટણી લડશે. ત્યારબાદ દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ ગુજરાત પહોંચ્યા. મનીષ સિસોદિયાની ઉપસ્થિતિમાં ઘણા ભાજપી નેતાઓએ આપ જોઈન કર્યુ. આપના ગુજરાત પ્રદેશાધ્યક્ષનો દાવો છે કે એકલા સુરતમાં જ અત્યાર સુધી 300થી વધુ ભાજપીઓ આપ જોઈન કરી ચૂક્યા છે. જેમાં ઘણા મોટા સ્થાનિક નેતા શામેલ છે.

મનીષ સિસોદિયાએ હીરા વેપારીને પાર્ટીમાં કરાવ્યા શામેલ
રવિવારે સુરતના એક મોટા હીરા વેપારી મહેશ સવાણી દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ઉપસ્થિતિમાં આપમાં શામેલ થયા. આ ઉપરાંત ઘણા સ્થાનિક નેતાઓએ પણ આપનો પાલવ પકડ્યો. આપ નેતાઓનુ કહેવુ છે કે બે સપ્તાહથી પણ ઓછા સમયમાં ગુજરાતમાં બીજા હાઈ પ્રોફાઈલ વ્યક્તિને પાર્ટીમાં શામેલ કરવામાં આવ્યા છે. આપના એક નેતાએ કહ્યુ કે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાજપના ગઢમાં ગુજરાતમાં જનસેવા કરવા માંગે છે કારણકે હવે લોકો ભાજપના શાસનથી કંટાળી ગયા છે.

પત્રકાર ઈસુદાન ગઢવી આપમાં થયા શામેલ
આ મહિનાની શરૂઆતમાં કેજરીવાલે ખુદ જાણીતા પત્રકાર અને લોકપ્રિય ન્યૂઝ એંકર ઈસુદાન ગઢવીને પાર્ટીમાં શામેલ કરાવવા અને ચૂંટણી માટે ઘોષણા કરવા માટે અમદાવાદ આવ્યા હતા. સિસોદિયાએ પ્રેસ કૉન્ફરન્સમાં સવાણીને પાર્ટીમાં શામેલ કર્યા બાદ એક યુવા કાર્યકર્તા પ્રવીણ રામ સાથેપણ બેઠક કરી જે જન આંદોલન મંચનુ નેતૃત્વ કરી રહ્યા છે અને રાજ્યમાં બેરોજગાર યુવાનો માટે લડી રહ્યા છે. બેઠક બાદ સમાચારો સામે આવ્યા કે પ્રવીણ રામ કે જેમના સંગઠનને યુવાનોનુ સમર્થન પ્રાપ્ત છે તેમની આપમાં શામેલ થવાની સંભાવના છે.

'ગુજરાત હવે પરિવર્તન ઈચ્છે છે'
પ્રવીણ રામ સિવાય પણ ઘણા અન્ય નેતાઓ સાથે આપના નેતાઓ વાત કરી રહ્યા છે જેમને ગુજરાતમાં ખેડૂતો અને ગ્રામીણ સમુદાયોનુ સમર્થન છે. આપના એક નેતાએ કહ્યુ, 'આવનારા દિવસોમાં અમારી પેનલમાં ઘણા નવા અને પ્રભાવશાળી લોકો હશે.' કેજરીવાલે પણ કહ્યુ હતુ કે, 'ગુજરાત હવે પરિવર્તન ઈચ્છે છે કારણકે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ એક નિશ્ચિત મેચ રમી રહ્યા છે.' એ વખતે ગઢવીને કેજરીવાલે પોતાની પ્રેસ કૉન્ફરન્સમાં અમદાવાદમાં પાર્ટીમાં શામેલ કર્યા હતા. ત્યારે તેમણે જોર આપીને કહ્યુ કે આપ 2022માં આગલી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ માટે એક વાસ્તવિક વિકલ્પ તરીકે ઉભરશે જેમાં તેમની પાર્ટી બધી 182 સીટો પર ચૂંટણી લડશે












Click it and Unblock the Notifications
