For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Surat election result 2022 : સુરતમાં ભગવો લહેરાયો, કોંગ્રેસ-આપના સુપડા સાફ

Surat election result 2022 : સુરત જિલ્લાની તમામ 17 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. કતારગામથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને સુરત પૂર્વમાં કોંગ્રેસના અસલમ સાયકલવાલાને ભાજપના ઉમેદવારોએ હરાવ્યા હતા.

|
Google Oneindia Gujarati News

Surat election result 2022 : ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 156 બેઠક પર જીત મળી છે. આ સાથે કોંગ્રેસને 16 બેઠક પર જીત મળી છે અને 1 બેઠક પર આગળ છે. આમ આદમી પાર્ટીને 5 બેઠક મળી છે. આ સાથે અન્યને 4 બેઠક મળી છે.

Surat election result 2022

Surat election result 2022 : સુરત જિલ્લાની વિધાનસભા બેઠકો

Surat election result 2022 : સુરત જિલ્લાની તમામ 17 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. કતારગામથી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને સુરત પૂર્વમાં કોંગ્રેસના અસલમ સાયકલવાલાને ભાજપના ઉમેદવારોએ હરાવ્યા હતા.

ઓલપાડ બેઠક

ઓલપાડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મુકેશ પટેલનો વિજય થયો છે. જેમને 172424 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દર્શન નાયકને 57288 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ધાર્મિક માલવિયાને 52450 મત મળ્યા છે.

માંગરોળ(સુરત) બેઠક

માંગરોળ(સુરત) બેઠક પરથી ભાજપના ઉમેદવાર ગણપત વસાવાનો વિજય થયો છે. જેમને 93669 મત મળ્યા છે. જ્યારે આપના ઉમેદવાર સ્નેહલ વસાવાને 42246 અને કોંગ્રેસના ઉમેદવાર અનિલ ચૌધરીને 26718 મત મળ્યા છે.

માંડવી (ST) બેઠક

માંડવી (ST) બેઠક પરથી ભાજપના ઉમેદવાર કુવરજી હળપતિનો વિજય થયો છે. જેમને 74502 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર આનંદ ચૌધરીને 56393 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાયના ગામિતને 49108 મત મળ્યા છે.

કામરેજ બેઠક

કામરેજ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરીયાનો વિજય થયો છે. જેમને 185585 મત મળ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર રામ ધડુકને 110888 અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુભાંણીને 27511 મત મળ્યા છે.

સુરત પૂર્વ બેઠક

સુરત પૂર્વ બેઠક પરથી ભાજપના ઉમેદવાર અરવિંદ રાણાનો વિજય થયો છે. જેમને 73142 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાને 59125 અને જમીનદાર પાર્ટીના ઉમેદવાર વસીમ કુરેશીને 1671 મત મળ્યા છે.

સુરત ઉત્તર બેઠક

સુરત ઉત્તર બેઠક પરથી ભાજપના ઉમેદવાર કાંતિ બલ્લારનો વિજય થયો છે. જેમને 57117 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલને 14854 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર નાવડીયાને 22824 મત મળ્યા છે.

વરાછા રોડ બેઠક

વરાછા રોડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર કિશોર કાનાણીનો વિજય થયો છે. જેમને 67206 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પ્રફુલ્લ તોગડિયાને 2940 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથિરીયાને 50372 મત મળ્યા છે.

કરજણ બેઠક

કરજણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રવિણ ઘોઘારીનો વિજય થયો છે. જેમને 60493 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભારતી પટેલને 2954 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર મનોજ સોરઠીયાને 24519 મત મળ્યા છે.

લીંબાયત બેઠક

લીંબાયત બેઠક પરથી ભાજપના ઉમેદવાર સંગીતાનો વિજય થયો છે. જેમને 95696 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગોપાલ પાટીલને 29436 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકડ તાયડેને 37687 મત મળ્યા છે.

ઉધના બેઠક

ઉધના બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનુ પટેલનો વિજય થયો છે. જેમને 93999 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ધનસુખ રાજપુતને 24103 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહેન્દ્ર પાટિલને 21741 મત મળ્યા છે.

Recommended Video

સુરત : મજુરા વિધાનસભામાંથી હર્ષ સંઘવી વિજેતા થયા

મજુરા બેઠક

મજુરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીનો વિજય થયો છે. જેમને 133335 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર બળવંત જૈનને 9447 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પીવીએસ શર્માને 1660 મત મળ્યા છે.

કતારગામ બેઠક

કતારગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર વિનોદ મોરડીયાનો વિજય થયો છે. જેમને 120505 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કલ્પેશ વારિયાને 26840 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને 55878 મત મળ્યા છે.

સુરત પશ્ચિમ બેઠક

સુરત પશ્ચિમ પરથી ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદીનો વિજય થયો છે. જેમને 122981 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સંજય પટવાને 18669 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોક્ષેશ સંધવીને 16955 મત મળ્યા છે.

ચોર્યાસી બેઠક

ચોર્યાસી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સંદિપ દેસાઇનો વિજય થયો છે. જેમને 236033 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કાંતિલાલ પટેલને 25840 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ કોન્ટ્રાક્ટરને 49615 મત મળ્યા છે.

બારડોલી (SC) બેઠક

બારડોલી (SC) બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઇશ્વર પરમારનો વિજય થયો છે. જેમને 118527 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પાના પટેલને 28579 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર સોલંકીને 24710 મત મળ્યા છે.

મહુવા (ST) બેઠક

મહુવા (ST) બેઠક પરથી ભાજપના ઉમેદવાર મોહન ઢોડિયાનો વિજય થયો છે. જેમને 81383 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હેમાગિંની ગરાસિયાને 49875 અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુંજન પટેલને 35591 મત મળ્યા છે.

2022ની વિધાનસભા ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં કુલ 1,621 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં 70 મહિલા ઉમેદવારો અને 339 અપક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે બીજા તબક્કાની 93 બેઠકો પર, કુલ 833 ઉમેદવારો હતા, જેમાં 69 મહિલા ઉમેદવારો અને 285 અપક્ષનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ 4.91 કરોડ નોંધાયેલા મતદારો છે, જેમાંથી લગભગ 51.6 ટકા પુરૂષ અને 48.4 ટકા મહિલા મતદારો છે. આ સાથે લગભગ 1,400 નોંધાયેલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે.

ગત 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સતત છઠ્ઠી વાર જીત થઇ હતી.

English summary
Surat election result 2022 : BJP got all the seats in Surat district
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X