Surat: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નોંધાયો પહેલો સ્ક્રબ ટાઇફસ કેસ, જાણો લક્ષણો
Surat: સુરતના નવી સિવિલ હોસ્પિટલમાં પહેલીવાર સ્ક્રબ ટાઇફસનો કેસ નોંધાયો છે. નર્મદા જિલ્લાની ડેડિયાપાડા નિવાસી આદિવાસી મહિલાને ગત 17 દિવસોથી નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડૉક્ટર્સની મહેનત રંગ લાવી છે, અને મહિલા હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ ગઇ છે.
મળતી માહિતી મુજબ, દિવાળી પહેલા જંગલમાં કસ્ટર્ડ એપલ (સીતાફળ) તોડતી વખતે 51 વર્ષીય આદિવાસી મહિલાને કાનની નીચે જંતુએ ડંખ માર્યો હતો. શરૂઆતમાં કાનની નીચે સોજો હતો. બાદમાં તેને સતત માથાનો દુખાવો થવા લાગ્યો હતો.

મહિલાને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. અહીં 2 દિવસની સારવાર બાદ ડૉક્ટર્સે તેને બીજી હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી. આ પછી પરિવાર 17 નવેમ્બરના રોજ મહિલાને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. પીડિત મહિલાના નવી સિવિલ હોસ્પિટલમાં અનેક ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં તેને તાવ, લીવર, કિડની અને ફેફસામાં સોજો હોવાનું જણાયું હતું.
ડૉ. અશ્વિની વસાવાની દેખરેખ હેઠળ મહિલાની સારવાર શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં મહિલાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, જેના કારણે તેને 10 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. જે બાદમાં કિડનીની સારવાર માટે 4 થી 5 વખત ડાયાલિસિસ કરવામાં આવ્યું હતું. નિયમિત દવા અને ડૉક્ટર્સની મહેનત રંગ લાવી અને મહિલા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ હતી. રોગનું કારણ જાણવા સેમ્પલ દિલ્હી મોકલવામાં આવ્યા છે.
આ રોગનું કારણ જાણવા સુરતની ખાનગી લેબમાં તેનું પરીક્ષણ કર્યા બાદ સ્ક્રબ ટાયફસના રિપોર્ટ માટે સેમ્પલ દિલ્હીના NCDCમાં મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ સ્ક્રબ ટાયફસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું.
નવી સિવિલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, ઓરિએન્ટા સુસુગામુશી નામના બેક્ટેરિયાથી થતા સ્ક્રબ ટાયફસના ગંભીર રોગથી પીડિત મહિલાની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. આ રોગ જંતુના કરડવાથી થાય છે. આ રોગ ખાસ કરીને ખેડૂતોમાં જોવા મળે છે.
નવી સિવિલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ગણેશ ગોવેકરની દેખરેખ હેઠળ ડૉ. અશ્વિન વસાવા, ડૉ. વિતન પટેલ, ડૉ. હર્ષદ આભાલા, મેડીસીન વિભાગના ડૉ. રિયા પટેલની ટીમે પીડિત મહિલાની સારવાર કરી હતી. જે બદલ મહિલાના પતિ દિનેશ વસાવા અને તેમની બે પુત્રીઓએ તબીબોનો આભાર વ્યક્ત કર્યો હતો.
શું છે સ્ક્રબ ટાયફસ? - સ્ક્રબ ટાયફસ એક ગંભીર રોગ છે, જે મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે. આ રોગ ઓરિએન્ટા સુસુગામુશી નામના બેક્ટેરિયાથી થાય છે. બેક્ટેરિયાને ચિગર કહેવામાં આવે છે. સ્ક્રબ ટાયફસ ત્યારે થાય છે, જ્યારે ચેપગ્રસ્ત જંતુ વ્યક્તિને કરડે છે.
સામાન્ય રીતે ચોમાસા પછી ભેજવાળા વાતાવરણમાં આ બેક્ટેરિયાનું પ્રસારણ વધુ થાય છે. આ જંતુ નદીઓ, નહેરો, ધોધ વગેરે જેવી ભેજવાળી જગ્યાઓ પર મોટી માત્રામાં જોવા મળે છે. આ રોગમાં જંતુના ડંખ પછી 7 દિવસ સુધી તાવ, માથાનો દુઃખાવો, કમળો, ઉલ્ટી અને ઓછો પેશાબ આવવો જેવા લક્ષણો દેખાય છે. આ રોગ મુખ્યત્વે કિડની, લીવર, ફેફસાં, હૃદય અને મગજ જેવા અંગોને અસર કરે છે. જો સારવાર ન કરવામાં આવે, તો મૃત્યુદર 40 ટકા સુધી છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
