આ હોસ્પિટલ આપી રહી છે મ્યુકોરમાઈકોસિસના પીડિતોને 1-1 લાખ રૂપિયા, અત્યાર સુધી 50ને અપાઈ ચૂકી છે મદદ
સુરત સ્થિત કિરણ હોસ્પિટલમાં મ્યૂકોરમાઈકોસિસના ઘણા દર્દીઓનો ઈલાજ ચાલી રહ્યો છે ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટે આવા દર્દીઓની આર્થિક સહાય કરવાનો નિર્ણય લીધો છે.
સુરતઃ કોરોના વાયરસ સામે લડતા લોકોમાં બ્લેક ફંગસ એટલે કે મ્યુકોરમાઈકોસિસ થવાના કેસ સામે આવી રહ્યા છે. દેશમાં આવા સૌથી વધુ દર્દી ગુજરાતની હોસ્પિટલોમાં જ જોવા મળ્યા છે. સુરત સ્થિત કિરણ હોસ્પિટલમાં મ્યૂકોરમાઈકોસિસના ઘણા દર્દીઓનો ઈલાજ ચાલી રહ્યો છે. નિમ્ન વર્ગના લોકોની નબળી આર્થિક સ્થિતિને જોતા કિરણ હોસ્પિટલ મેનેજમેન્ટે તેમને આર્થિક મદદ આપવાનો નિર્ણય કર્યો. હોસ્પિટલના મેનેજમેન્ટનુ કહેવુ છે કે જરૂરતમંદ દર્દીઓના ઈલાજ માટે એક-એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે.

કિરણ હોસ્પિટલમાં મેડિકલ સર્વિસના ડાયરેક્ટર ડૉ. મેહુલ પંચાલે કહ્યુ કે, 'શહેરમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા રોજ વધી રહી છે. આ દર્દીના ઈલાજનો ખર્ચ લાખોમાં આવે છે. નબળા વર્ગના લોકો આ બિમારીનો ઈલાજ નથી કરાવી શકતા. ઈલાજનો ખર્ચ ઉઠાવવો તેમના માટે મુશ્કેલ બની રહ્યો છે. આવી પરિસ્થિતિમાં અમારી હોસ્પિટલ 50 મ્યૂકોરમાઈકોસિસ દર્દીઓની આર્થિક મદદ કરી ચૂક્યુ છે. તેમના ઈલાજ માટે એક-એક લાખ રૂપિયાનનો ચેક આપવામાં આવ્યો.'
કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુર સવાણીએ જણાવ્યુ કે, 'અમારી હોસ્પિટલમાં 105 મ્યુકોરમાઈકોસિસના દર્દીના ઈલાજ ચાલી રહ્યા છે. જેમાંથી 69 સ્વસ્થ થઈને ઘરે જઈ ચૂક્યા છે. રોજના અમારે ત્યાં બ્લેક ફંગસના રોગીઓના 4થી 5 ઑપરેશન કરવામાં આવી રહ્યા છે. મ્યૂકોરમાઈકોસિસની સમયે તપાસ અને ઈલાજ શરૂ થવાથી દર્દીનો જીવ બચાવી શકાય છે. માટે અમારાથી જે શક્ય છે તે અમે કરી રહ્યા છે.'
મથુર સવાણીએ કહ્યુ કે કિરણ હોસ્પિટલમાં સુરત શહેર ઉપરાંત રાજ્યના અલગ અલગ ક્ષેત્રોમાંથી રોગી આવી રહ્યા છે. મ્યૂકોરમાઈકોસિસિના દર્દીઓને રોજ લગાવાતા ઈંજેક્શનની કિંમત 30થી 35 હજાર રૂપિયા હોય છે. આ ઉપરાંત હોસ્પિટલના બીજા ખર્ચા પણ શામેલ હોય છે. કુલ મળીને બ્લેક ફંગસનો ઈલાજ ખૂબ મોંઘો છે જેનાથી સામાન્ય દર્દીની કમર તૂટી જાય છે. માટે અમારે ત્યાં ઈલાજ ખર્ચ કરવામાં અક્ષમ દર્દીઓ માટે એક-એક લાખ રૂપિયાની મદદ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો.
હોસ્પિટલ મેનેજમેન્ટ અનુસાર પહેલી વાર 12 મેના રોજ મ્યૂકોરમાઈકોસિસના જરૂરતમંદ દર્દીઓ માટે એક-એક લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 26 મેએ અન્ય 25 દર્દીઓને એક-એક લાખ રૂપિયાની રકમ આપવામાં આવી. કિરણ હોસ્પિટલમાં મેડિકલ સર્વિસના ડાયરેક્ટર ડૉ. મેહુલ આર પંચાલે કહ્યુ કે અમારા મેનેજમેન્ટ તરફથી મ્યૂકોરમાઈકોસિસના દર્દીઓ માટે 1 કરોડથી વધુ રકમ વિતરિત કરવાની યોજના છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા






Click it and Unblock the Notifications
