Surat: ભારે પડ્યો સોશિયલ મીડિયાનો પ્રેમ, 14 વર્ષની સગીરાનું અપહરણ કરી માંગ્યા 1 કરોડ
Surat: ગુજરાત પોલીસ દ્વારા 1 કરોડની ખંડણી માંગવાના મામલે 14 વર્ષીય સગીરાને 48 કલાકમાં મુક્ત કરવી લેવામાં આવી છે. આ સગીરાને ઉત્તર પ્રદેશમાંથી બચાવી લેવામાં આવી હતી. આ ગુનામાં સામેલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક વી ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, આરોપીએ 10 નવેમ્બરના રોજ નવસારીના ગણદેવી વિસ્તારમાંથી બાળકીનું અપહરણ કર્યું હતું અને તેના માતા-પિતાને વોટ્સએપ કોલ કરીને 1 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. પોલીસે સમીર પઠાણ, અભિષેક ચૌધરી અને પ્રદીપ ચૌધરીને લખનઉ નજીક બસમાંથી પકડ્યા હતા અને અન્ય આરોપી મોહિત ચૌધરીની દિલ્હીની ઝૂંપડપટ્ટીમાંથી ધરપકડ કરી હતી.

મને પ્રેમ જાળમાં ફસાવીને મળવા બોલાવી - સગીરા સ્નેપચેટ દ્વારા ઉત્તર પ્રદેશમાં રહેતા સમીર પઠાણના સંપર્કમાં હતી. તેણે તેણીને પોતાના પ્રેમની જાળમાં ફસાવી હતી અને તેણીને મળવા આમંત્રણ આપ્યું હતું. યુવતી તેને મળવા નવસારીથી સુરત એકલી આવી હતી, જ્યાં તેણે સગીરાનું અપહરણ કર્યું અને પછી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનું શરૂ કર્યું હતું. સર્વેલન્સ ટીમની મદદથી પોલીસે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું અને રાજસ્થાન પોલીસનો સંપર્ક કરીને યુવતીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે આ રીતે છોડાવી સગીરા - અધિકારીએ જણાવ્યું હતું કે, વોટ્સએપ કોલ્સ અને સ્નેપચેટ વિગતોના ટેકનિકલ વિશ્લેષણના આધારે અને દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની પોલીસની મદદથી બાળકીને તેના અપહરણના 48 કલાકની અંદર લખનઉ નજીકથી બચાવી લેવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલીસે કેસ પર કામ કરવા માટે અલગ પ્રાદેશિક અને ટેકનિકલ ટીમો બનાવી છે.
યુવતીના માતા-પિતાએ આરોપીને પૈસા ટ્રાન્સફર કર્યા - ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, મુખ્ય આરોપી પઠાણે યુવતીને લાલચ આપી હતી અને તેના ત્રણ સહયોગીઓની મદદથી તેનું અપહરણ કરતા પહેલા તેને તેની સાથે જવા માટે સમજાવી હતી. સગીરાના માતા-પિતાએ આરોપીને 12,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને તેની સાથે વોટ્સએપ પર વાતચીત કરવાનું ચાલુ રાખ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, સ્નેપચેટ અને વોટ્સએપ કોલ ડિટેઈલથી યુવતી અને ગુનેગારોને ટ્રેસ કરવા માટે મહત્વના સંકેતો મળ્યા છે.












Click it and Unblock the Notifications
