For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રીજા માળે રમતી દોઢ વર્ષની બાળકી ગેલેરીમાંથી પડી જતા થયુ મોત

ગુજરાતમાં સુરતના લિંબાયતમાં એક બાળકી પોતાના મકાનના ત્રીજા માળે રમતા રમતા પડી ગઈ અને મોતને ભેટી.

|
Google Oneindia Gujarati News

સુરતઃ ગુજરાતમાં સુરતના લિંબાયતમાં એક બાળકી પોતાના મકાનના ત્રીજા માળે રમતી હતી. અચાનક ગેલેરીમાંથી નીચે પડી ગઈ. જાણ થતા પરિવારજનોમાં બૂમાબૂમ થઈ ગઈ. ગંભીર હાલતમાં તેને તાત્કાલિક ઈલાજ માટે હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ડૉક્ટરોએ તેને બચાવવાની કોશિશ કરી પરંતુ બચી શકી નહિ. બાદમાં સ્મીમેર હોસ્પિટલમાં તેનુ પોસ્ટમોર્ટમ કરી તેની લાશ પરિવારજનોને સોંપી દેવામાં આવી.

child

માહિતી અનુસાર ઘટના લિંબાયતના મીઠી ખાડીમાં સ્થિત કોલોનીની છે. જ્યાં દોઢ વર્ષીય ઈકાજબી નફીજ અહેમદ અંસારી 18 ઓક્ટોબરે ત્રીજા માળે રમી રહી હતી. ત્યારે ઘરની ગેલેરીમાંથી અચાનક તે નીચે પડી ગઈ. નીચે પડતા જ તેને ગંભીર ઈજા થઈ. પરિવારજનો તેને ઈલાજ માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા. સ્મીમેર હોસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યુ કે તેનો જીવ બચી શક્યો નહિ. સ્મીમેર હોસ્પિટલમાં તેની લાશનુ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ. ત્યારબાદ તેના પરિવારજનોને સોંપી દેવામાં આવી.

વળી, બીજી તરફ સુરતના જ પાંડેસરા વિસ્તારમાં એક 6 વર્ષની બાળકી રિસાઈને પોતાના ઘરેથી ભાગી ગઈ. કોઈ વાત પર તેની માએ તેને લાફો મારી દીધો હતો. ત્યારબાદ બાળકી રાતે 9 વાગે ઘરેથી ભાગી ગઈ. પરિવારજનોએ તેને ખૂબ શોધી પરંતુ મળી નહિ. ત્યારબાદ આગલી સવારે 11 વાગે બાળકી પીયુષ પોઈન્ટ પાસે ઓવરબ્રીજ નીચે મળી. પોલિસ અધિકારીનુ કહેવુ છે કે ત્રણ પોલિસ સ્ટેશનની પોલિસ તેને શોધવામાં લાગી હતી. છેવટે પોલિસ બાળકીને શોધવામાં સફળ રહી. હવે તેને તેની મા પાસે પહોંચાડી દેવામાં આવી છે.

ગુજરાતઃ લર્નિંગ લાયસન્સ હવે 150 રૂપિયામાં 6 મહિના માટે કરાવી શકાશે રિન્યુગુજરાતઃ લર્નિંગ લાયસન્સ હવે 150 રૂપિયામાં 6 મહિના માટે કરાવી શકાશે રિન્યુ

English summary
Surat: One and a half year old girl dies after falls from third floor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X