Surat: સુરત ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી પર પ્રિ વાઈબ્રન્ટ સમિટ સેમિનાર યોજાયો

Surat: 10મા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે મંગળવારના રોજ સવારે સરસાણાના પ્લેટિનમ હોલમાં આભૂષણ, રત્ન અને ગુજરાત: ઉજ્જવળ ભારત માટે પુન:જાગરણ વિષય પર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર એક પ્રિ વાઈબ્રન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બપોરના દોઢ કલાકે રીડિફાઇનિંગ જીએન્ડજે: અ વિઝન ફોર ગુજરાત ટેક પાવર્ડ ટ્રાન્સફોર્મેશન વિષય પર એક સેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સેશનમાં દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા, સુરત જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ જયંતિ સાવલિયા, શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર શ્રેયાંશ ધોળકિયા, ઈન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સના સ્થાપક અને સીઈઓ કલ્પેશ દેસાઈ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Pre-Vibrant Summit Seminar

આ સાથે જ્વેલરી, જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગના અગ્રણીઓ જેમ કે, આદિલ કોટવાલ, ચેરમેન, સ્કીલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા અને સમીર જોષી, ડાયરેક્ટર, ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટિટ્યૂટ વગેરેએ ભાગ લીધો હતો અને ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપ્યું હતું. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના ડાયરેક્ટર પ્રવીણ નાહરે સેશનનું સંચાલન કર્યું હતું.

ચેમ્બરના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ઉદ્યોગમાં જે પણ ટેક્નોલોજી આવે છે, તેને ઉદ્યોગકારો અપનાવે છે, પરંતુ આ તમામ ટેક્નોલોજી વિદેશમાંથી મંગાવવામાં આવે છે, ત્યારે ઉદ્યોગમાં જરૂરી ટેક્નોલોજી વિકસાવવા માટે ઇકો સિસ્ટમ ઊભી કરવી જોઈએ.

રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, 30 ટકા ટેક્નોલોજી જે વિદેશમાંથી આયાત કરવામાં આવે છે, તેના ડેવલપર્સ ભારતીય મૂળના છે, તેથી સુરત સહિત ગુજરાતમાં સંશોધન અને વિકાસ કેન્દ્ર અથવા ઇકો સિસ્ટમ બનાવવી જોઈએ, જેમાં મૂડી રોકાણ કરીને તેને પ્રોત્સાહન આપી શકાય અને તેના માટે સંસાધનો ઉપલબ્ધ કરાવવા જોઈએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ વાત સ્વીકારશે.

જયંતિ સાવલિયાએ જણાવ્યું હતું કે, 3D ટેક્નોલોજી હવે હાથથી બનાવેલી જ્વેલરીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. હવે સ્કેચ બુક પ્રો ક્રિએટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જ્વેલરીમાં વિવિધ ડિઝાઇન બનાવવામાં આવે છે. જ્વેલરી ઉત્પાદકો પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આગળ વધી રહ્યા છે.

શ્રેયાંશ ધોળકિયાએ જણાવ્યું હતું કે, જ્યારે નૈતિક સોર્સિંગ ડેટા પર આધાર રાખે છે, ત્યારે બ્લોકચેન દ્વારા ડેટાનો ઉપયોગ કરી શકાય છે. જમીનના કયા ભાગ (ખાણ)માંથી હીરા આવ્યા છે, તે જાણવા માટે ટેક્નોલોજી વિકસાવવામાં આવી રહી છે, ત્યારે સ્કિલ યુનિવર્સિટીમાં મશીન બનાવીને ઇન્સ્ટોલ કરી શકાય છે.

કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે, જ્વેલરી ઉદ્યોગમાં દર ત્રણથી પાંચ વર્ષે ટેક્નોલોજી બદલાય છે. આ ઉદ્યોગમાં પણ ડિજિટલાઈઝેશન થઈ રહ્યું છે. હવે સ્કેચ બુક પ્રો ક્રિએટ ટેક્નોલોજી આવી ગઈ છે, જે દસથી પંદર મિનિટ લે છે અને તે મુજબ જ્વેલરી ડિઝાઇન કરવામાં આવે છે. હાલમાં ઇન્ડસ્ટ્રી 3D ડિઝાઇન પર ફોકસ કરી રહી છે.

આદિલ કોટવાલે જણાવ્યું હતું કે, જ્વેલરી મોટાભાગે થાઈલેન્ડ, ઈટાલી, ફ્રાન્સ અને સ્વિટ્ઝર્લેન્ડમાં ડિઝાઈન અને બનાવવામાં આવે છે. જેના કારણે ભારતમાં જ્વેલરીનું મૂલ્ય વર્ધન ખૂબ જ નાના પાયે એટલે કે 3 ટકા છે, તેથી જ્વેલરી ઉદ્યોગમાં કૌશલ્ય વિકાસની જરૂર છે.

આદિલ કોટવાલે જણાવ્યું હતું કે, જ્વેલરીની ડિઝાઈન સુરતમાં હોવી જરૂરી છે, અને જ્વેલરીને ભારતમાંથી એક્સપોર્ટ કરવાની જરૂર છે. જ્વેલરી બનાવવા માટે કૌશલ્ય કેન્દ્ર સ્થાપવાની અને કારીગરોને તાલીમ આપવાની જરૂર છે. ભારતને વિશ્વનું ઝવેરાતનું કેન્દ્ર બનાવવું જોઈએ.

સમીર જોષીએ જણાવ્યું હતું કે, મૂલ્યવર્ધન માટે સુરતે જ્વેલરી મેન્યુફેક્ચરિંગમાં પ્રવેશ કરવો પડશે. જેમ જેમ આખું વિશ્વ હવે રિસાયક્લિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, ત્યારે સુરતે પણ પીળા સોનાથી આગળ વધવું જોઈએ અને જાંબલી અને કાળા સોનાના દાગીનામાં વિવિધ વેરાયટીનું ઉત્પાદન કરવું જોઈએ. આ માટે ઉદ્યોગે ટેક્નોલોજી પર ધ્યાન આપવું પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X