For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં રેપિસ્ટને 5 દિવસમાં જ અપાઇ આકરી સજા, 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને આજીવન કેદ

સુરતની પોક્સો કોર્ટમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને જીવે ત્યાં સુધી અંતિમ શ્વાસ સુધીની આકરી સજા ફટકારવામાં આવી છે. ત્વરિત ન્યાય કરતાં કોર્ટે માત્ર પાંચ જ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને આરોપીને આકરી સજા ફટકારી છે

|
Google Oneindia Gujarati News

સુરતની પોક્સો કોર્ટમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને જીવે ત્યાં સુધી અંતિમ શ્વાસ સુધીની આકરી સજા ફટકારવામાં આવી છે. ત્વરિત ન્યાય કરતાં કોર્ટે માત્ર પાંચ જ દિવસમાં ટ્રાયલ પૂર્ણ કરીને આરોપીને આકરી સજા ફટકારી છે. પીડિત પરિવારને ન્યાય અપાવવામાં માટે કોર્ટમાં રાત્રે 11 વાગ્યા સુધી હિયરિંગ થયું હતું.12-10-2021 નવરાત્રિના સમયે સચિન જીઆઇડીસીમાં ઝાડી ઝાંખરામાંથી બાળકી મળી આવી હતી. ત્યારબાદ ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ વિભાગોએ એક સાથે સહયોગ આપતાં આરોપી હનુમાન નિસાદને આજીવન કેદની સજાની સાથે સાથે દંડ ફટકારવામાં આવ્યો છે.

Surat

આખા રાજ્યમાં સૌથી ઝડપી ચુકાદો આ કેસમાં આવેલ છે. તા.12/10/2021ના રોજ બનાવ બન્યો હતો. કેસમાં આરોપીના 7 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યાં હતાં. પોલીસ તરફથી 10 દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી હતી. 26 તારીખથી 5 દિવસ સદર કેસમાં સંપૂર્ણ પુરાવો રજૂ કરવામાં આવ્યાં હતાં. કોર્ટનો પણ આ કેસમાં સંપૂર્ણ સહકાર મળ્યો હતો. નારાયણ સાંઇના કેસમાં રિમાન્ડ વખતે કોર્ટ રાત્રે 12.00 વાગ્યા સુધી કાર્યરત રહી હતી. હાલનો કેસ ઝડપી ચલાવવાનો હેતુ ગુન્હેગારોમાં ડર પેદા થાય, ભોગ બનનારને ઝડપી ન્યાય મળે અને સમાજમાં એક કડક દાખલો બેસે તે હેતુથી ઝડપી ચલાવવામાં આવી હતી. પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ વી.કે.વ્યાસ તથા એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજ પી.એસ.કાલાની કોર્ટ રાત્રે 12 કલાક સુધી ખુલ્લી રાખવા માટે હકારાત્મક સહકાર મળેલો છે.

ફરીયાદી પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલનાઓએ દલીલ કરી હતી કે આરોપીને મહત્તમ સજા થાય તે માટે સેશન્સ કોર્ટમાં રજૂઆત કરી હતી.સેશન્સ કોર્ટે પોક્સો કેસમાં કલમ પ્રમાણે 363 પ્રમાણે ગુન્હા સબબ સાત વર્ષની સાદી કેદ અને અને 1 હજારનો દંડ, IPC કલમ 307 ગુન્હા સબબ પાંચ વર્ષની સાદી કેદ અને હજારનો દંડ, IPC કલમ 323 ગુન્હા સબબ એક વર્ષની સાદી કેદ અને હજારનો દંડ, IPC કલમ 376-એ-બી ગુન્હા સબબ આજીવન (જીંદગીના અંતિમ શ્વાસ સુધીની સજા) અને એક લાખનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજા ફટકારવામાં આવી છે.

English summary
Surat: Rapist sentenced to life imprisonment in 5 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X