For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતઃ કોરોના સંક્રમણને પગલે વાસંદામાં વેપારીઓએ સ્વેચ્છાએ લૉકડાઉન કર્યું

સુરતઃ કોરોના સંક્રમણને પગલે વાસંદામાં વેપારીઓએ સ્વેચ્છાએ લૉકડાઉન કર્યું

|
Google Oneindia Gujarati News

વાસંદા તાલુકામાં કોરોના સંક્રમણ વધતું જ જઈ રહ્યું છે. ગત એક દિવસમાં જ તાલુકામાં કોરોનાના 32 કેસ સામે આવવા પર આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો હતો. જેને જોતાં મહારાષ્ટ્ર પાસે આવેલ બિલમોડા બોર્ડર પર પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગની ટીમ તહેનાત કરી આવતા લોકોની સઘન તપાસ થઈ રહી છે. આની સાથે જ લોકોને Corona Vaccine લગાવવાની અને કોરોના ટેસ્ટ કરવાની અપીલ પણ કરાઈ રહી છે. આ ઉપરાંત પ્રશાસનની અપીલ બાદ વાસંદા તાલુકામાં રવિવારે રાનીફલિયા, હનુમાનબારી વિસ્તારના વેપારીઓએ સ્વેચ્છાએ પોતાની દુકાનો બંધ રાખી. દુધ અને દવાઓ સિવાયની બીજી બધી જ દુકાનો બંધ રહી.

surat

બે દિવસમાં કોરોનાના 88 દર્દી મળવા પર હડકંપ

એટલું જ નહિ નવસારી જિલ્લામાં પણ કોરોનાવાયરસે હાહાકાર મચાવ્યો છે. શનિવાર અને રવિવારે નવસારી જિલ્લામા કોરોનાના 88 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવા પર હડકંપ મચ્યો છે. કોરોનાથી હાલાત ચિંતાજનક થવા પર જિલ્લામાં શનિવારે અને રવિવારે એમ વેપારીઓ તરફથી બે દિવસ સ્વૈચ્છિક બંધ પાળવામાં આવ્યો હતો. રવિવારે કોરોનાને માત આપનાર 15 લોકોને હોસ્પિટલેથી રજા આપી દેવામાં આવી. શનિવારે સૌથી વધુ 31 કોરોના દર્દી વાંસદામાં તથા રવિવારે સૌથી વધુ 28 દર્દી ગણદેવી તાલુકામાંથી મળ્યા. નવસારી તાલુકામાં 15 અને બિલીમોરામાં આઠ કોરોના દર્દી મળ્યા. જિલ્લામાં કોરોનાના 209 એક્ટિવ કેસ છે. આખા જિલ્લામાં અત્યાર સુધી 1959 લોકો કોરોના સંક્રમિત થયા છે, જેમાંથી 102 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

કોરોના સંક્રમિત દર્દી વધવા પર નવસારી જિલ્લાના હોસ્પિટલમાં બેડની કમી ઉભી થઈ છે અને કેટલીય જગ્યાઓ હાઉસફુલના બોર્ડ લગાવી દેવાયાં છે. હાલાતને જોતાં શનિવારે પ્રભારી સચિવ અનુપમા આનંદે અધિકારીઓ સાથે બેઠક કરી અને દર્દીઓને જલદી જ ઉપચારની સુવિધા સહિત જરૂરી દિશા નિર્દેશ આપ્યા. તેમમે બિનજરૂરી અવરજવર પર રોક લગાવવા માટે સખ્ત પગલાં ઉઠાવવાની સૂચના પણ આપી. આ બેઠકમાં કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક સહિત કેટલાય અધિકારીઓ હાજર હતા.

મહારાષ્ટ્રઃ કોરોના દર્દીઓને હોસ્પિટલમાં નથી મળી રહ્યા બેડ, ખુરશી પર બેસાડીને આપવામાં આવી રહ્યા છે ઑક્સિજનમહારાષ્ટ્રઃ કોરોના દર્દીઓને હોસ્પિટલમાં નથી મળી રહ્યા બેડ, ખુરશી પર બેસાડીને આપવામાં આવી રહ્યા છે ઑક્સિજન

English summary
Surat: Traders in Vasanda voluntarily locked down following the coronavirus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X