For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હમણા નહી યોજે પરિક્ષા, થોડા સમય માટે રખાઇ મોકુફ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરિક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છેકે કોરોનાને લઈને નર્મદ યુનિવર્સિટી દ્વારા હાલની પરિસ્થિતિ ને કારણે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. નર્મદ યુનિવર્સિટી દ્વારા પરિ

|
Google Oneindia Gujarati News

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરિક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છેકે કોરોનાને લઈને નર્મદ યુનિવર્સિટી દ્વારા હાલની પરિસ્થિતિ ને કારણે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. નર્મદ યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જારી કરીને યુનિવર્સિટીના તમામ અનુસ્નાતક વિભાગોના વડાશ્રીઓ, સ્વનિર્ભર અભ્યાસક્રમના કો ઓર્ડિનેટરશ્રીઓ, વહીવટી વિભાગોના વડાશ્રીઓ અને યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના આચાર્યશ્રીઓને જાણ કરી હતી.

VNSU

Recommended Video

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ

યુનિવર્સિટીએ ઓનલાઇન પરિક્ષા લેવામાં નિષ્ફળ ગઇ હતી. વિદ્યાર્થીઓના લોગીન નથતા યુનિવર્સીટીએ હમણા પરિક્ષા ન લેવાનો નિર્ણય લીધો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઓનલાઇન પરિક્ષા લેવામાં ફેલ થઇ હતી. ઓનલાઇન પરિક્ષા લેવા માટે યુનિવર્સિટીએ છેલ્લા બે દિવસથી મોક ટેસ્ટ લીધો હતો. આ ટેસ્ટ માટે હજારો વિદ્યાર્થીઓ લોગીન ન કરી શકતા કાઉન્સિલની બેઠકમાં પરિક્ષા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનિય છેકે ઓનલાઇન મોક ટેસ્ટ આપતા 30 હજાર વિદ્યાર્થીઓ માંથી હજારો વિદ્યાર્થીઓ લોગઇન ન થતા મોક ટેસ્ટ આપી શક્યા ન હતા. સંખ્યાબધવિદ્યાર્થીઓના ડેટા મિસ મેચ થતો હોવાના કારણે આ સમસ્યા સર્જાઇ હોવાનું યુનિવર્સિટી સત્તાધીસોનું કહેવું છે.
ઓનલાઇન પરિક્ષા માટે સોફ્ટવેર બનાવવાનું કામ પ્રાઇવેટ કંપનીને સોંપવલામાં આવ્યું હતુ. યુનિવર્સિટીના કુલપતિએ કહ્યું હતુ કે સોફ્ટવેર બનાવનાર કંપનીની કોઇ ભુલ નથી. વિદ્યાર્થીઓ પોતાના મોબાઇલના ઇમેલ સહીતનો ડેટા ખોટો આપ્યો હોવાના કારણે આ સમસ્યા સર્જાઇ હતી.

English summary
Surat: Veer Narmad South Gujarat University exam postponed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X