For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી, દર્દીઓને કીટ અપાઈ!

24 માર્ચને વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ટીબી બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટે ઉજવવામાં આવે છે. સુરત ખાતે પણ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : 24 માર્ચને વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને ટીબી બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટે ઉજવવામાં આવે છે. સુરત ખાતે પણ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા સાયન્સ સેન્ટર ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી.

TB Day

આપણે બધા જાણીએ છીએ કે ક્ષય રોગ એટલે કે ટીબીની એક જીવલેણ રોગ તરીકે ગણતરી થાય છે. સુરત શહેરમાં પણ ગયા વર્ષે 12 હજારથી વધુ ટીબીની દર્દીઓ નોંધાયા હતા. આ વર્ષે સુરતમાં આ સંખ્યા 6 થી 7 હજાર આસપાસ હોવાનું મનાય છે. ત્યારે સુરતમાં મહાનગરપાલિકાના સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકા અને સામાજીક સંસ્થાઓ દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી દરમિયાન દર્દીઓને ન્યૂટ્રેશન કીટ આપવામાં આવી હતી.

આંકડાઓ પર નજર કરીએ તો 2021માં સુરતમાં ટીબીના 12230 દર્દીઓ નોંધાયા હતા. જેમાં સૌથી ઉધનામાં 815 દર્દીઓ નોંધાયા હતા. આ સિવાય ભારતમાં ટીબીથી પીડિત 26 લાખ લોકો હોવાનો એક અંદાજ છે. દર વર્ષે ભારતમાં 4 લાખ લોકો ટીબીના કારણે મોતને ભેટે છે. ગુજરાતમાં પણ 1.45 લાખ લોકો ટીબીનો ભોગ બન્યા છે.

English summary
TB Day was celebrated in Surat, patients were given kits
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X