For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતના ડિંડોલીમાંથી 5.73 લાખની ચોરી કરનાર આરોપી ઝડપાયો!

સુરતના ડિંડોલી કરડવા રોડ પર સાંઈ વિલા રેસીડેન્સીમાં ઘરમાંથી 5.73 લાખના દાગીના અને મોબાઈલ ફોનની ચોરી થઈ હતી. ઘરમાં ફર્નિચર રિપેર કરવા આવેલા કારીગરો અડધું કામ છોડીને ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરતના ડિંડોલી કરડવા રોડ પર સાંઈ વિલા રેસીડેન્સીમાં ઘરમાંથી 5.73 લાખના દાગીના અને મોબાઈલ ફોનની ચોરી થઈ હતી. ઘરમાં ફર્નિચર રિપેર કરવા આવેલા કારીગરો અડધું કામ છોડીને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. હવે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે.

theft

મળતી વિગતો અનુસાર, ઘરમાં ફર્નિચરનું કામ કરવા આવેલા કારીગરોમાંથી બે કારીગરો કામ પુરૂ થાય તે પહેલા જ ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન મકાન માલિકે ઘરમાં રાખેલા દાગીનાની શોઘખોળ કરતા તમામ દાગીના ગાયબ હોવાનું સામે આવ્યુ હતું.

તપાસ કરતાં ઘરના કબાટમાંથી સોનાની બંગડીઓ, ચાંદીની બંગડીઓ, સોનાની પોચી, ચાંદીની બંગડીઓ, સોનાનું મંગળસૂત્ર સહિત કુલ 5.73 લાખના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યુ હતું. આ અંગે ચંદનકુમારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કામ અધવચ્ચે છોડીને ગયેલા બે કારીગરોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. પુછપરછ બાદ મામલો ઉકેલાતા પોલીસે આરોપીઓની અટકાયત કરી છે.

English summary
સુરતના ડિંડોલીમાંથી 5.73 લાખની ચોરી કરનાર આરોપી ઝડપાયો!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X