કલેક્ટર સાથે સમિક્ષા બેઠકમાં હાજર સુરત સિવિલના આરએમઓ જ કોરોના પોઝિટીવ!
સુરતમાં વધી રહેલા કોરોના કેસને લઈને જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે એક રિવ્યુ બેઠક બોલાવવામાં આવી હતી.
સુરત : ગુજરાતમાં સતત કોરોનાના કેસ વધી રહ્યાં છે. ગુજરાતની વાત કરીએ તો હાલ મહાનગરોમાં કોરોના વિસ્ફોટની પરિસ્થિતી ઉભી થઈ છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં રોજ રોજ કેસનો આંકડો ડબલ થઈ રહ્યો છે. હવે આવા જ એક સમાચાર સુરતથી સામે આવ્યા છે.

મળતી વિગતો અનુસાર, સુરતમાં વધી રહેલા કોરોના કેસને લઈને જિલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે એક રિવ્યુ બેઠક બોલાવવામાં આવી હતી. ઓડિટોરિયમમાં યોજાયેલી આ બેઠકમાં ડીન ડો. ઋતંભરા મહેતા, નોડલ ઓફિસર અશ્વિન વસાવા, ઈન્ચાર્જ આરએમઓ ઓમકાર ચૌધરી અને આરએમઓ ડો. કેતન નાયક સહિત મોટા અધિકારીઓની હાજરી હતી.
હવે આ બેઠકમાં હાજર રહેલા સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.કેતન નાયક અને તેમની પત્નિના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. આરએમઓ ડો. કેતન નાયકનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા હવે અધિકારીઓમાં ભાગદોડ મચી ગઈ છે અને તમામ અધિકારીઓના ટેસ્ટિંગ માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
આ તમામ ઘટનાક્રમ વચ્ચે એક મોટી વાત એ છે કે, આરએમઓ ડો. કેતન નાયકનો આરટીપીસીઆર ટેસ્ટ થયો હતો અને તેનો રિપોર્ટ પેન્ડિંગ હતો તેમ છત્તા તેઓ આ બેઠકમાં હાજર રહ્યાં હતા. હવે હાલત એ છે કે તેમના કારણે બીજા તમામ અધિકારીઓ પર કોરોનાનું સંકટ તોળાઈ રહ્યું છે.
અહીં ઉલ્લેખનિય છે કે આ બેઠકમાં સિવિલ હોસ્પિટલમાં કોરોના માટે 1600 બેડ અલગ હોસ્પિટલ અને 300 વેન્ટીલેટર બેડની સુવિધા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
