ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ધારાસભ્ય વિવેક પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધી

ત્રણ માળની બિલ્ડિંગ ધરાશાયી, ધારાસભ્ય વિવેક પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધી

સુરતના ગોલવાડ વિસ્તારમાં 3 માળનું જર્જરીત મકાન જમીનદોસ્ત થતાં અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો, એકાએક 3 માળ ઉચું મકાન ધરાશાયી થઈ જતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી, આ દરમિયાન કાટમાળ નીચેથી 3 વર્ષીય બાળકને રેસ્ક્યૂ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સુરતના મેયર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

Surat

Recommended Video

સુરત : ઉધના વિસ્તારમાં આવેલા મનપાના આવાસમાં સ્લેબ તૂટી પડ્યા બાદ ધારાસભ્યએ કહી આ વાત

ધારાસભ્ય વિવેક પટેલ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પત્રકારો સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, મારા વિધાનસભા ક્ષેત્રની અંદર વોર્ડ નંબર 24ની અંદર જે રાધા કૃષ્ણ આવાસ છે ત્યાં 20/16 નંબરનું બિલ્ડિંગ છે તેમાં ટૉપ ફ્લોરના બેડરૂમની અંદરના સ્લેબમાં કાટ લાગવાના કારણે પ્લાસ્ટર સાથે સ્લેબ ટૂટી ગયો છે.

વધુમાં ધારાસભ્યએ જણાવ્યું કે, ઘટના વિશે જાણ થતાં જ હું દોડી આવ્યો છું, ઘટના સ્થળે જઈ નીરીક્ષણ પણ કર્યું છે. સાથે જ અમારી કોર્પોરેશનની ટીમને તાત્કાલિક અહીં ઘસી આવી આગળની કાર્યવાહી કરવાની સૂચના આપી છે. જેની તરત જ બાદ તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X