Surat: 90 દિવસ માટે બંધ રહેશે સુરતના ઉધના રેલવે સ્ટેશનના બે પ્લેટફોર્મ

Surat: સુરતના ઉધના રેલવે સ્ટેશનનું હાલ રિનોવેશન ચાલી રહ્યું છે. જે કારણે ઉધના રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નંબર 2 અને 3 21 ડિસેમ્બર 2023થી 90 દિવસ માટે બંધ રહેશે. જે કારણે પ્લેટફોર્મ નંબર 2 અને 3 પરથી ચાલતી ટ્રેનો પ્લેટફોર્મ નંબર 4 અને 5 પરથી દોડાવવામાં આવશે.

સુરત રેલવે સ્ટેશન તેમજ ઉધના રેલવે સ્ટેશનના વિકાસ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી 21મીથી બિલ્ડિંગના થાંભલા ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. હવે બિલ્ડિંગના થાંભલા પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર ઊભા કરવામાં આવશે.

Udhana railway station

પ્લેટફોર્મ પર કાર્યરત મશીનોને કારણે પ્લેટફોર્મ બંધ રહેશે. આ દરમિયાન 21 ડિસેમ્બરથી, પ્લેટફોર્મ નંબર 2 અને 3 મુસાફરો માટે આગામી 90 દિવસ એટલે કે ત્રણ મહિના માટે બંધ રહેશે.

પ્લેટફોર્મ 2 અને 3 પરથી ઉપડતી ટ્રેનોને પ્લેટફોર્મ નંબર 1, 4 અને 5 પર શિફ્ટ કરવામાં આવશે. કઈ ટ્રેનો શિફ્ટ થશે? તેની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે. પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર કામ પૂર્ણ થયા બાદ પ્લેટફોર્મ નંબર 1 પર કામ શરૂ કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X