વલસાડ રેલવે સ્ટેશનને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, સ્થાનિકોમાં ખુશીની લહેર
દક્ષિણ ગુજરાત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. હવે વલસાડ રેલવે સ્ટેશન પર પણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સ્ટોપેજ મળશે. આ નિર્ણયથી વલસાડ જીલ્લાના મુસાફરો માટે ઝડપી અને સુવિધાજનક મુસાફરીના દરવાજા ખુલશે.
વંદે ભારત ટ્રેનનાં રોકાણને લઈ વલસાડના સાંસદ ધવલ પટેલે આનદ વ્યક્ત કર્યો. તેમણે રેલવે મંત્રાલય તથા કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

વલસાડ રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનનું રોકાણ શરૂ થવાથી પ્રવાસીઓ માટે મુંબઈ, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં ઝડપથી પહોંચવાનું વધુ સરળ બનશે.
સ્થાનિક વેપારીઓ, વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરી કરતાં નાગરિકોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે.
જણાવી દઈએ કે, વલસાડ દક્ષિણ ગુજરાતનું મોટુ શહેર છે અને મુંબઈ અને સુરતના રૂટ પર હોવાથી મોટો ફાયદો થશે.












Click it and Unblock the Notifications
