For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બારડોલીમાં મંગેતર સાથે ક્લાસ જઈ રહેલા યુવક પર હુમલો કરી મંગેતરનું અપહરણ!

સમાજમાં દિનપ્રતિદિન વધી રહેલી ગુનાહિત પ્રવૃતિઓને જોતા જાણે આ ગુનેગારોને પોલીસ અને વહીવટીતંત્રનો કોઈ ડર રહ્યો નથી. દરરોજ કોઈને કોઈ ગુનાહિત કેસ સામે આવી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

સુરત : સમાજમાં દિનપ્રતિદિન વધી રહેલી ગુનાહિત પ્રવૃતિઓને જોતા જાણે આ ગુનેગારોને પોલીસ અને વહીવટીતંત્રનો કોઈ ડર રહ્યો નથી. દરરોજ કોઈને કોઈ ગુનાહિત કેસ સામે આવી રહ્યા છે. હવે બારડોલીના માંડવીમાં એક યુવતીના અપહરણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Abduction

મળતી માહિતી મુજબ, માંડવીના રાધીપુરા ગામે રહેતો યુવક સવારે તેની મંગેતર સાથે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ માટે માંડવી જઈ રહ્યાં હતા. આ દરમિયાન ખોડબા ગામના સીવાનમાં વાંકલથી આંબાપારડી જતા રોડ પર સફેદ વેગનઆર કાર અને બાઇક સાથ આવેલા 8 લોકોએ મારામારી કરી યુવકની કાર અટકાવી અપહરણ કર્યુ હતું.

આરોપીઓએ સ્ટીલની પાઈપથી મારામારી કરી યુવકને માર માર્યો હતો અને કારને નુકસાન પહોંચાડ્યુ હતું. જે બાદ આરોપીઓ ફરીયાદીની મંગેતરનું અપહરણ કર્યુ હતું. હાલ પોલીસે 8 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

English summary
Young man attacked, fianc abducted in Bardoli
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X