For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતે શીખવેલી આ વાતો, મોદીને 2 વર્ષમાં આમ કામ આવી

|
Google Oneindia Gujarati News

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સત્તામાં બે વર્ષને પૂર્ણ કર્યા. આ એજ સરકાર છે જેને લોકોએ ભારે બહુમત આપીને સત્તા પર બેસાડી છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ આજથી બે વર્ષ પહેલા જ્યારે સત્તા સંભાળી હતી ત્યારે એક ભાષણમાં કહ્યું હતું કે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે મને જે અનુભવો મળ્યા છે તેને હું વડાપ્રધાન તરીકેની મારી કામગીરીમાં પણ કામમાં મૂકીશ. અને તેવું થયું પણ છે.
ગુજરાતથી મુખ્યમંત્રી તરીકેનું તેમણે બે વર્ષ પહેલા છોડીને દેશના વડાપ્રધાન તરીકે નવી જવાબદારીઓ સ્વીકારી હતી. ત્યારે આજે મોદી સરકારના બે વર્ષની ઉજવણી પણ તેની સરકારની તેવી અનેક ઉપલબ્ધિઓ છે જ્યાં ગુજરાતની છાપ દેખાય છે. ત્યારે મોદીની બે વર્ષની સિદ્ધિઓ શું છે અને તેમાં ગુજરાતી ટચ શું છે તે વિષે રસપ્રદ માહિતી મેળવો નીચેના આ આર્ટીકલમાં....

મુખ્યમંત્રી તરીકે વિરોધ

મુખ્યમંત્રી તરીકે વિરોધ

પ્રથમ વખત જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તેમના પ્રથમ 5 વર્ષ ખુબ જ આકારા સાબિત થયા હતા. વિરોધપક્ષે તેમના તરફથી પૂરતો પ્રયાસ કર્યો હતો કે મોદી સરકારની છબી બગડે.

વિરોધને નહીં કામને પ્રાધાન્ય

વિરોધને નહીં કામને પ્રાધાન્ય

પણ તે છતાં વિરોધીની સામે વાદ વિવાદ કરવાના બદલે મોદીએ તેમના કામને પ્રાધાન્ય આવ્યું. વિકાસના તેમના આ કામ તેમને બીજી ચૂંટણી વખતે કામમાં આવ્યા.

વડાપ્રધાન તરીકે વિરોધ

વડાપ્રધાન તરીકે વિરોધ

તે જ રીતે ગત બે વર્ષમાં અનેક વિરોધના વંટોળ આવ્યા પણ તેમણે વિકાસના કામને ટોપ પ્રાયોરીટી આપી. અને કદાચ આ જ કારણે હાલમાં થયેલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને લીડ મળી. અને અસમ જેવા રાજ્યમાં પણ કમળ ખીલ્યું.

મુખ્યમંત્રી તરીકે અન્ય રાજ્ય

મુખ્યમંત્રી તરીકે અન્ય રાજ્ય

મોદીના મુખ્યમંત્રી તરીકેના શાસન કાળમાં જ્યારે જ્યારે તેમને સમય મળ્યો તેમણે આસપાસના રાજ્યો અને દેશોની મુલાકાત કરી. અને વેપારી અને બિઝનેસમેન સાથે લોકોને ગુજરાતમાં આવીને કામ કરવાની અપીલ કરી.

વડાપ્રધાન તરીકે

વડાપ્રધાન તરીકે

તે જ રીતે વડાપ્રધાન બન્યા બાદ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી અડધાથી વધુ દુનિયાના દેશો ફરી ચૂક્યા છે અને ત્યાંના ટોપના બિઝનેસમેન ભારત આવીને વેપાર કરવા માટે મનાવી ચૂક્યા છે.

રસ્તા અને વિકાસ

રસ્તા અને વિકાસ

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મોદીએ ગામડાઓના રસ્તા અને પોર્ટ વિકાસ પર ભાર આપ્યો હતો અને વડાપ્રધાન બન્યા બાદ પણ તેમની યોજનામાં રસ્તાઓ અને પોર્ટનો વિકાસ મહત્વનો મુદ્દો બન્યો હતો.

ગાંધીજી, કન્યા અને શિક્ષા

ગાંધીજી, કન્યા અને શિક્ષા

મુખ્યમંત્રી તરીકે તેમની ગુજરાતની કામગીરીમાં સફાઇ, કન્યા કેણવણી અને શિક્ષા તથા ગ્રામ્ય સ્વાસ્થય જેવા મુદ્દાઓ મહત્વપૂર્ણ રહ્યા હતા જે હાલ પણ મોદીની બે વર્ષની નીતિઓના મુખ્યમુદ્દા છે.

સોશ્યલ મીડિયાનો શ્રેષ્ઠ ઉપયોગ

સોશ્યલ મીડિયાનો શ્રેષ્ઠ ઉપયોગ

પોતાની વાત, કામ અને સમાજલક્ષી કામોને સોશ્યલ મીડિયા પર જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે કામ કરતા હતા ત્યારે મૂકતા હતા. આ કારણ છે તે હાલ ટ્વિટર, ફેસબુક પર મોટી સંખ્યામાં ફોલોવર ધરાવે છે. અને તેમનો સોશ્યલ મીડિયા સાથેનો લગાવ તેમને આજના યુવા લોકો સાથે જોડી રાખે છે.

English summary
Two years of Modi government, know how Gujarat play important role in it
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X