For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરાઃ ભારે વરસાદને પગલે જર્જરીત હાલતના ત્રણ મકાન ધરાશાયી થયાં

વડોદરાઃ ભારે વરસાદને પગલે જર્જરીત હાલતના ત્રણ મકાન ધરાશાયી થયાં

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ ગત રાત્રેથી વડોદરામાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેને પગલે જૂના વડોદરામાં જર્જરીત હાલતવાળા ત્રણ મકાનો ધરાશાયી થયાં છે. ઘટના બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા. બે મકાનમાંથી 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે જેમાંથી એક ઈજાગ્રસ્ત થયા છે.

house collapse

સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં 24 કલાકમાં વડોદરા તાલુકા અને વડોદરાના બાહરી વિસ્તારોમાં 55mm વરસાદ ખાબક્યો હતો. જ્યુબિલી બાગ પાસે ત્રણ ભાડૂત ઊંઘી રહ્યા હતા ત્યારે મકાન જમીન દોસ્ત થઈ ગયું હતું. ઘરમાં રહેતા લોકોને સ્થાનિકોએ બચાવી લીધા હતા અને બાદમાં ફાયર વિભાગને ફોન કરી ઘટનાની જાણકારી આપી. ફાયર વિભાગના સૂત્રોએ કહ્યું કે 2 વ્યક્તિને તરત જ ત્યાંથી ખસેડી લેવામાં આવ્યા હતા જ્યારે એક વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ જતાં તેને ગંભીર ઈજા પહોંચી છે. ઘવાયેલ શખ્સને ઈલાજ માટે એસએસજી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.

અન્ય એક ઘટના કાલુપુરા વિસ્તારમાં નોંધાઈ હતી જ્યાં છત નીચે પડી ગઈ હતી. સદનસીબે ઘટનાને પગલે કોઈ ઈજા નથી થઈ. ઘરમાં રહેતા 2 લોકોને તરત જ બચાવી લેવામાં આવ્યા હતા. મકાન પડવાની ત્રીજી ઘટના વાડીમાં આેલ કુબેરચંદની પોળમાં બની જ્યાં અમુક વર્ષ જૂનું મકાન તૂટી પડ્યું. સ્થાનિકોએ જણાવ્યું કે આ ઘરમાં છેલ્લા 4 વર્ષથી કોઈ નહોતું રહેતું.

ગુજરાતમાં કોરોના સંક્રમિત 71 હજારને પાર, 54,138 લોકો થયા રિકવરગુજરાતમાં કોરોના સંક્રમિત 71 હજારને પાર, 54,138 લોકો થયા રિકવર

English summary
3 house collapsed due to heavy rain in vadodara, zero casualty
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X