ખેડૂત પર વીજળી પડતા મોત, એક મહિલાને પણ લાગ્યો ઝટકો

લતીપુરાના ખેડૂત પોતાના ખેતરમાં અન્ય લોકો સાથે મળીને મરચા વીણી રહ્યા હતા. આવા સમયે એકાએક તેમના પર વીજળી પડતા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા લતીપુરા ગામના સિમ વિસ્તારમાં ખેડૂત પર વીજળી પડી હતી. આ ઘટનામાં ખેડૂતનું મોત થયું હતું. લતીપુરા ગામમાં બપોરે ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.

lightning

લતીપુરાના ખેડૂત પોતાના ખેતરમાં અન્ય લોકો સાથે મળીને મરચા વીણી રહ્યા હતા. આવા સમયે એકાએક તેમના પર વીજળી પડતા ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ઠાકોરભાઈ પ્રભાતભાઈ પઢિયાર નામના ખેડૂત પર વીજળી પડી હતી. આ ખેડૂતને 108 મારફતે ખેડૂતને પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યા હતા. જ્યા તબીબી ખેડૂતને મૃત જાહેર કર્યો હતો.

આ ખેડૂતની નજીક કામ કરી રહેલી એક મહિલાને પણ વીજળીનો ઝટકો લાગ્યો હતો, જોકે આ મહિલાનો આબાદ બચાવ થયો છે. આ વીજળી ઝાડ સાથે અથડાઇને ખેડૂત પર પડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X