For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના દાહોદમાં મોડી રાતે પાટા પરથી ખડી પડી માલગાડી, રેલ માર્ગ પ્રભાવિત

ગુજરાતમાં ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ ગુજરાતમાં ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી છે. દાહોદ જિલ્લાના મંગલ મહુડી રેલવે સ્ટેશન પર માલગાડી પાટા પરથી ખડી પડી છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના રાત્રે લગભગ 1 વાગ્યે સામે આવી હતી. આ દુર્ઘટનામાં માલગાડીના ઘણા ડબ્બા ક્ષતિગ્રસ્ત થયા છે. રેલવે ટ્રેક પરથી ટ્રેન પાટા પરથી ઉતરી જવાના કારણે આ રૂટ પરની અનેક ટ્રેનોને અસર થઈ છે. જો કે આ દુર્ઘટનાને કારણે કયા પ્રકારનુ નુકસાન થયુ છે તે હજુ સુધી જાણી શકાયુ નથી.

train

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ દાહોદના મંગલ મહુડી રેલવે સ્ટેશન પાસે એક માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે ઘણી જગ્યાએ રેલ વ્યવહાર ખોરવાઈ ગયો છે. જેના કારણે રેલવેએ ઘણી ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરી દીધા છે. પશ્ચિમ રેલવેના ડીઆરએમ- મુંબઈ સેન્ટ્રલે એક ટ્વિટમાં જણાવ્યુ છે કે રતલામ ડિવિઝનમાં એક માલગાડી પાટા પરથી ઉતરી જવાને કારણે ઘણી ટ્રેનો ડાયવર્ટ રૂટ પર દોડશે. રેલવેએ મુસાફરોને પડેલી અસુવિધા બદલ માફી માંગી છે. મુંબઈ રેલવેના ડીઆરએમએ ટ્વિટર પર એવી ટ્રેનોના નંબર પણ આપ્યા છે કે જેનો રૂટ બદલાયો છે.

English summary
A goods train derailed in Gujarat Dahod traffic movement disrupted.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X