ગરબાના તાલે ઝૂમ્યા આપ સાંસદ રાઘવ ચઢ્ઢા, જુઓ વીડિયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે. આ ચૂંટણી માટે દરેક પાર્ટી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે, જે અંતર્ગત આપ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવે છે.
વડોદરા : ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે. આ ચૂંટણી માટે દરેક પાર્ટી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે, જે અંતર્ગત આપ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવે છે અને આપ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. શનિવારના રોજ આપ સાંસદ રાઘવ ચઢ્ઢા વડોદરાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ગરબાના તાલે ઝુમ્યા હતા.

AAP દ્વારા પૂરજોશમાં ચાલી રહ્યો છે ચૂંટણી પ્રચાર
વર્તમાન સમયમાં આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને AAP દ્વારા પણ ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ અંતર્ગત ભગવંત માન અને રાઘવ ચઢ્ઢા વેપારીઓ, કોન્ટ્રાક્ટ કામદારોથી લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધીના તમામ વર્ગો સાથે સીધા સંવાદમાં છે.

રાઘવ ચઢ્ઢા લોકો સાથે પૂરા ઉત્સાહ સાથે ગરબા રમ્યા
આ અંતર્ગત શનિવારની રાત્રે રાઘવ ચઢ્ઢાએ વડોદરામાં આયોજિત એક કાર્યક્રમમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં રાઘવ ચઢ્ઢા લોકો સાથે પૂરા ઉત્સાહ સાથે ગરબા રમ્યા હતા, જેનો વીડિયો તેમણે ટ્વિટર પર શેર કર્યો છે.

રાઘવ ચઢ્ઢાએ લોકોને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી
ગરબા રમતો વીડિયો ટ્વીટ કરતા રાઘવ ચઢ્ઢાએ કેપ્શનમાં લખ્યું કે, વડોદરામાં દિવસના અંતે ગરબા કાર્યક્રમમાં ભાગ લીધો અને મા અંબાને દરેકના સુખ અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવી છે.
|
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષના અંતમાં યોજાવાની છે
રાઘવ ચઢ્ઢાએ શેર કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, રાઘવ ચઢ્ઢા પુરુષો અને મહિલાઓના સમૂહ સાથે ગરબા કરતા જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષના અંતમાં યોજાવાની છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું રાજકીય મેદાન મજબૂત કરવા માટે તનતોડ મહેનત કરી રહી છે.












Click it and Unblock the Notifications
