For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આણંદ જિલ્લા પંચાયતની 42 સીટ પર ચૂંટણી, નવ પર કાંટાની ટક્કર

આણંદ જિલ્લા પંચાયતની 42 સીટ પર ચૂંટણી, નવ પર કાંટાની ટક્કર

|
Google Oneindia Gujarati News

આણંદ જિલ્લા પંચાયતમાં શરૂઆતના ચાર ટર્મથી દબદબો રાખનાર બાજપને પાછલી બે ટર્મથી કોંગ્રેસ સામે હારનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસ કુલ 42 સીટમાંથી 30 જેટલી સીટ પર જીત હાંસલ કરી જિલ્લા પંચાયતમાં સત્તા હાંસલ કરવામાં સફળ રહી છે. આ વખતે કેટલીય સીટ પર સીમાંકન બદલાવાથી કેટલાય ઉમેદવારો પોતાની સીટ છોડી બીજી સીટ પર લડવા પહોંચી ગયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા અથવા તાલુકા પંચાયતની ચૂંટણીમાં લોકોને વધુ રસ નથી, મોટાભાગની રાજનૈતિક પાર્ટીઓનું મુખ્ય ધ્યાન નગરપાલિકાની ચૂંટણી પર છે. ગ્રામીણ 7ેત્રોમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સાથે પાર્ટી કાર્યકર્તાઓની સંખ્યા પણ ઓછી છે, પરંતુ નગરપાલિકાની ચૂંટણીમાં સ્થિતિ વિપરીત છે. આ વખતે ભાજપ અથવા કોંગ્રેસ બંનેમાંથી કોઈ એક પાર્ટીને આણંદ અને બોરસદ તાલુકાની 18 સીટમાંથી સૌથી વધુ સીટ મેળવનાર પાર્ટી સત્તાની ચાવી સંભાળશે.

gujarat local body election result

આણંદ જિલ્લા પંચાયતની તાલુકા મુજબની સીટોને જોઈએ તો ઉમરેઠ તાલુકાના ભાલેજ, શીલી, સુરેલી, વણસોલ સીટ પર ભાજપ, કોંગ્રેસ સહિત એનસીપી, આપ અને અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. આ ક્ષેત્રની ચાર સીટ પર રસ્સાકસ્સીનો માહોલ જામ્યો છે. ચીખોદરા, નાપાડ-વાંટા, સારસા અને વાસદ સીટ પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીની જંગ છે.

જિલ્લા પંચાયતમાં સત્તા હાંસલ કરવા માટે સૌથી મહત્વની બોરસદ તાલુકાની નવ સીટ પર વિશેષ ખેંચતાણ છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ પાર્ટીના અનુભવી નેતાઓ મેદાનમાં છે. કેટલાક યુવા ચહેરા પણ ભાગ્ય અજમાવી રહ્યા છે. દહેવાણા, દાવોલ, જંત્રાલ અને કઠાણાસીટ પર ભાજપ અને કોંગ્રેસના તાકાતવર નેતાઓ વચ્ચે સીધી લડાઈ છે. અહીં અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે પણ તેમની કોઈ વિશેષ અસર જોવા નથી મળતી. ખંભાત તાલુકાની છ સીટ પર પણ આવી જ સ્થિતિ છે. અહીં પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઘમાસાણ મચ્યું છે. આ ક્ષેત્ર આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈનું ક્ષેત્ર હોવાના કારણે કોંગ્રેસે આ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપ્યું છે, વધુ સીટો માટે એડીચોટીનું જોર લગાવી રહી છે.

સુરતઃ અપક્ષ ઉમેદવારના સમર્થકોએ ઢાબામાં તોડફોડ કરી માલિક અને તેના નિત્રોને માર્યાસુરતઃ અપક્ષ ઉમેદવારના સમર્થકોએ ઢાબામાં તોડફોડ કરી માલિક અને તેના નિત્રોને માર્યા

English summary
Anand district panchayat election on 42 seats, thorny clash on nine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X