વડાપ્રધાન સ્વનિધી યોજનાની લાભાર્થી બહેનો PMને આવકારવા બનાવશે 100 ફૂટ લાંબુ બિંદી મોઝેક

વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાએ વડોદરા શહેરમાં 6000 થી વધુ બહેનોને સ્વરોજગાર અને આત્મ નિર્ભરતાના ગૌરવભર્યો માર્ગ ચીંધ્યો છે. આભાર માનવાની જુદી જુદી રીતો હોય છે.

વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાએ વડોદરા શહેરમાં 6000 થી વધુ બહેનોને સ્વરોજગાર અને આત્મ નિર્ભરતાના ગૌરવભર્યો માર્ગ ચીંધ્યો છે. આભાર માનવાની જુદી જુદી રીતો હોય છે. વડોદરા શહેરની બહેનો એ 18 જૂનના રોજ વડોદરાના મહેમાન બનનારા વડાપ્રધાનનો આભાર માનવા કલાત્મક પરિશ્રમ આદર્યો છે. આ એ બહેનો છે, જેમને પ્રધાનમંત્રી સ્વનિધી યોજના સ્વરોજગારી અને આત્મ નિર્ભરતાના ગૌરવભર્યા માર્ગે લઈ ગઈ છે.

નાના ધંધા રોજગાર કરનારા લોકોને જરૂરી મૂડીની મુશ્કેલી ઊભી થઈ હતી

નાના ધંધા રોજગાર કરનારા લોકોને જરૂરી મૂડીની મુશ્કેલી ઊભી થઈ હતી

એટલે પ્રધાનમંત્રી સ્વનીધી યોજનાના પ્રણેતા વડાપ્રધાનને ઉમળકા સાથે આવકારવા અને હ્રદયપૂર્વક તેમનો આભાર માનવા આ બહેનો100 ફૂટ લાંબુ કલા ચિત્ર, સૌભાગ્યના પ્રતિક રૂપ બિન્દીઓને કાપડ પર ચિપકાવીને બિન્દી મોઝેક બનાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનામહામારી દરમિયાન ધંધા રોજગાર ખોરવાઈ જવાના લીધે નાના ધંધા રોજગાર કરનારા લોકોને જરૂરી મૂડીની મુશ્કેલી ઊભી થઈ હતી.

પ્રધાનમંત્રી સ્વનિધી યોજના દ્વારા નાના ધંધા રોજગારને અપાયું પ્રોત્સાહન

પ્રધાનમંત્રી સ્વનિધી યોજના દ્વારા નાના ધંધા રોજગારને અપાયું પ્રોત્સાહન

આવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધી યોજના શરૂ કરાવીને નાના ધંધા રોજગાર કરનારાઓનેરૂપિયા 10000 કે રૂપિયા 20000ની મૂડી રોજગારી વિષયક પ્રવૃત્તિઓ શરૂ કરવા ખૂબ સરળતા થી ઉપલબ્ધ કરાવી હતી.

આ યોજનાનાલાભાર્થીઓમાં વડોદરા શહેરની બહેનોની મોટી સંખ્યા છે. આ બહેનો જ સંકટમાંથી ઉગારનારી આ યોજનાના પ્રણેતા વડાપ્રધાનનો આભારકલા સર્જન દ્વારા માની રહી છે.

વડોદરા મહાનગર પાલિકાના મેયર કેયુર રોકડિયા તથા મ્યુનિસીપલ કમિશનર શાલિની અગ્રવાલે આ બહેનોના કલા સર્જનનું નિરીક્ષણકરીને તેમને પ્રોત્સાહિત કરી હતી.

આ યોજનાના પ્રણેતા વડાપ્રધાનને સાભાર ધન્યવાદ આપ્યા

આ યોજનાના પ્રણેતા વડાપ્રધાનને સાભાર ધન્યવાદ આપ્યા

ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગર પાલિકાએ શહેરી જરૂરિયાતમંદોને આ યોજનાનો સરળ લાભ આપવા ખાસ અભિયાન ચલાવ્યું હતું.તેના હેઠળ 6722 મહિલાઓ સહિત કુલ 17236 લાભાર્થીઓને જામીનગીરી વગર અને નજીવા વ્યાજથી ધિરાણ દ્વારા મૂડી પૂરી પાડવામાંઆવી હતી.

સૂક્ષ્મ ધિરાણની આ સુવિધાથી તેમની કોરોનાથી આડા પાટે ચઢેલી જીવન નૈયાને સીધા માર્ગે લાવવામાં ખૂબ મદદ મળી હતી.સીમા ચૌહાણ, શર્મિષ્ઠા ભટ્ટ સહિતની મહિલા લાભાર્થીઓએ આ યોજનાના પ્રણેતા વડાપ્રધાનને સાભાર ધન્યવાદ આપ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X