For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ સરકાર જનતાના પૈસા ઉજવણીમાં વેડફી રહી છે : કોંગ્રેસ

ગુજરાત કોંગ્રેસે રવિવારે રાજ્ય સરકાર પર તેના પાંચ વર્ષ પૂરા થવા નિમિત્તે "ઉજવણી" કરવા માટે કરદાતાઓના નાણાં વેડફી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો.

|
Google Oneindia Gujarati News

ગુજરાત કોંગ્રેસે રવિવારે રાજ્ય સરકાર પર તેના પાંચ વર્ષ પૂરા થવા નિમિત્તે "ઉજવણી" કરવા માટે કરદાતાઓના નાણાં વેડફી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો.

વડોદરા ખાતે કોંગ્રેસ પક્ષના જન અધિકાર અભિયાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતના શહેરી વર્ગે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું હતું, પરંતુ આજે તેઓ પરેશાન છે. કરદાતાઓના નાણાનો સારો ઉપયોગ લોકોને મૂળભૂત સુવિધાઓ અને અધિકારો પૂરા પાડવાની જગ્યાએ સરકાર તેને ઉજવણી, પ્રચાર કાર્યક્રમો અને જાહેરાતોમાં વેડફવામાં વ્યસ્ત છે. જ્યારે શહેરી વિસ્તારના લોકો શિક્ષણ, આરોગ્ય, રસ્તાઓ અને વીજ પુરવઠા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છે.

congress

GPCCના પૂર્વ પ્રમુખ ભરત સોલંકીએ પણ ગુજરાતમાં જન અધિકાર અભિયાનના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરશે. જે અંતર્ગત અમદાવાદમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. ગુજરાત કોંગ્રેસે રવિવારના રોજ રાજ્ય સરકાર પર તેના પાંચ વર્ષ પૂરા થવા નિમિત્તે "ઉજવણી" યોજવા માટે કરદાતાઓના નાણાં વેડફી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં વિજય રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ભાજપ દ્વારા 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે સામે વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને AAP દ્વારા આ દિવસોમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી છે.

English summary
Amit Chavda, president of the Gujarat Pradesh Congress Committee (GPCC) at the Congress party's Jan Adhikar Abhiyan in Vadodara, said that the urban section of Gujarat had supported the Bharatiya Janata Party in the past, but today they are upset.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X