Crime News : વડોદરામાં ચેઇન સ્નેચિંગની ઘટનાનો ભોગ બની મહિલા

Crime News : ગુજરાતના વડોદરામાં ચેઇન સ્નેચિંગ ગેંગના સભ્યો મહિલાની ચેઈન ખેંચીને ફરાર થઈ ગયા હતા. મહિલા રાત્રે પોતાનું તમામ કામ પતાવીને ફરવા નીકળી હતી. જોકે, આ ઘટના બાદ પોલીસે અજાણ્યા આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

Crime News : વડોદરામાં ગુનાહિત પ્રવૃતિ સતત વધી રહી છે. આ વચ્ચે વડોદરામાં ચેઇન સ્નેચિંગ ગેંગ એક્ટિવ થઇ છે. ગત રાત્રે બે બાઇક સવાર રોંગ સાઇડથી આવ્યા અને રોડ પર ચાલી રહેલી મહિલાએ પહેરેલો ચેઇન ઝૂંટવીને ફરાર થઇ ગયા છે. તો જ્યાં સુધી મહિલા કંઇ સમજે એ પહેલા જ બાઇકસવાર તેની લાખોની ચેઇન લઇને ફરાર થઇ ગયા હતા. પોલીસે અજાણ્યા બાઇકસવાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

Crime News

રાત્રે ફરવા નીકળી હતી મહિલા

આ ઘટનાની પ્રાપ્ત થતી માહિતી અનુસાર, વડોદરાના દિવાળીપુર વિસ્તારમાં રહેતા મમતાબેન રાવલ રાબેતા મુજબ પોતાનું કામ પતાવી રાત્રે ફરવા નીકળ્યા હતા, પરંતુ આ દરમિયાન બે બાઇક સવારો આવ્યા હતા અને મમતાબેન સમજે તે પહેલા જ કિંમતી સોનાની ચેઇન ઝૂંટવી લીધી હતી અને ફરાર થઇ ગયા હતા. મહિલાની બૂમો પર આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

પીછો કરનારને ડોઝ કર્યો

મમતાબેન રાવલે જણાવ્યું કે, ઘટના બાદ હું ડરી ગઈ હતી અને એક યુવક મદદ માટે બૂમો પાડતો આવ્યો હતો. તેણે બાઇક પર ભાગી રહેલા ઇસમોનો પીછો કર્યો હતો. તેના મોબાઈલ ફોનમાં અછોડા ટોડ ઈસમનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો. જોકે, જ્યારે તેઓને ખબર પડી કે, કોઈ તેમનો પીછો કરી રહ્યું છે, ત્યારે તેમણે યુવકને ચકમો આપીને ફરાર થઇ ગયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X