gambhira bridge collapse : ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નવો બ્રિજ બનશે, 212 કરોડ મંજુર કરાયા
gambhira bridge collapse : વડોદરાના પાદરા તાલુકાના મુજપૂર ગામ પાસે મહી નદી પર નવો ટુ લેન પૂર બનાવવા સરકારે મંજુરી આપી છે.
રાજ્યના માર્ગ અને મકાન વિભાગને હવે સરકાર તરફથી 212 કરોડની વહીવટી મંજૂરી મળી ગઈ છે. આ નવો પૂલ પાદરા અને આંકલાવ વચ્ચેના વહનને સુગમ બનાવશે હાલના અકસ્માતગ્રસ્ત જૂના પૂલની બાજુમાં બનાવાશે.

આ પૂર્વ-નક્કી યોજના મુજબ પૂલના નિર્માણ માટેનો ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તાજેતરમાં તૈયાર કરવામાં આવ્યો છે અને હવે ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર એન.વી. રાઠવાના જણાવ્યા અનુસાર, હાલનો મુજપૂર એપ્રોચ રોડ ટુ લેન છે જેને હવે ફોર લેન કરીને 7 મીટર પહોળો બનાવવાનો પ્લાન છે.
તે ઉપરાંત હાઈવેથી પૂલ સુધીના 4.2 કિલોમિટરના માર્ગને પણ ફોર લેન બનાવવા કામગીરી હાથ ધરાશે. કુલ કામ 18 મહિનાની અંદર પૂર્ણ કરવાની યોજના છે.












Click it and Unblock the Notifications
