For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરાઃ GCMMF ના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી થશે

વડોદરાઃ GCMMF ના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણી થશે

|
Google Oneindia Gujarati News

વડોદરાઃ ગુરુવારે દેશની સૌથી મોટી કો ઓપરેટિવ- ધી ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફાઉન્ડેશન (GCMMF)ના મુખ્યાની ચૂંટણી થશે. અમુલના ચેરમેન રામસિંહ પરમાર અને વાઇસ-ચેરમેન જેઠા ભરવાડની અઢી વર્ષની ટર્મ બાદ આજે ફરી અમુલના ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે ચૂંટણી થવા જઇ રહી છે. જણાવી દઇએ કે પરમાર અને જેઠા ભરવાડનો કાર્યકાળ પૂર્ણ થઇ ચૂક્યો હોવાથી આ ચૂંટણી થવા જઇ રહી છે.

gcmmf

જણાવવું જરૂરી છે કે GCMMF અલગ જ પ્રકારની ચૂંટણી પ્રક્રિયાને અનુસરે છે. સૈદ્ધાંતિક રીતે ગુજરાતના દરેક મિલ્ક યૂનિયનના મુખ્યા કે જેઓ GCMMFના યૂનિયનના સભ્ય હોય છે તેઓ પોતાના ચેરમેનને ચૂંટે છે. ગુજરાતના કુલ 18 મિલ્ક યૂનિયનો ફેડરેશનના સભ્યો છે. રસપ્રદ વાત એ છે કે ચૂંટણીની પરિસ્થિતિમાં જે-તે ડેરીઓએ નાણાકીય વર્ષમાં સંઘ સાથે કેવો વ્યવહાર કરે છે તેના આધારે મતગણતરી કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા એક દશકામાં ગુજરાતના મુખ્ય મિલ્ક યુનિયનોમાં ભાજપે વર્ચ્યુઅલ કંટ્રોલ મેળવી લીધો છે. જેથી ભાજપ મોવડી મંડળ શુ નિર્ણય લેશે તેના પર ડેરી સેક્ટરની નજર છે. રામસિંહ પરમાર ભાજપમાં જોડાયાના એક વર્ષ બાદ એટલે કે જાન્યુઆરી 2018માં સર્વસમંતિથી GCMMFના ચેરમેન બની ગયા હતા. તમામ 18 મિલ્ક યૂનિયનોમાં રામસિંહ પરમાર સૌથી વરિષ્ઠ હતા પણ છતાં તેઓ ક્યારેય ફેડરેશનના ચેરમેન તરીકે નહોતા ચૂંટાયા, ત્યારે તેમણે કોંગ્રેસનો સાથ છોડી ભગવો ધારણ કર્યાના એક વર્ષમાં જ અમુલના ચેરમેન પદે ચૂંટાયા.

2018ની જેમ બનાસ ડેરીના ચેરમેન અને રાજ્ય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પૂર્વ મંત્રી શંકર ચૌધરી કથિત રીતે ચેરમેન પદ માટે સૌથી આગળ ચાલી રહ્યા છે. પરંતુ પરમારને જ ફરી હોદ્દો આપવો કે પછી તેમની જગ્યાએ ચૌધરીને ચૂંટવા કે કોઇ નવો ચહેરો લાવવો તે કો-ઓપરેટિવ લીડર્સ અને પાર્ટી મોવડી મંડળ પર આધારિત છે. જો કે શેહરાથી ભાજપના ધારાસભ્ય જેઠા ભરવાડ GCMMFના વાઇસ ચેરમેન તરીકે પોતાનો બીજો કાર્યકાળ ચાલુ રાખશે.

ભારતનો પહેલો કેસ, 71 ટકા દાઝી ગયેલ કોરોના પોઝિટિવ મહિલાનો ચમત્કારિક બચાવભારતનો પહેલો કેસ, 71 ટકા દાઝી ગયેલ કોરોના પોઝિટિવ મહિલાનો ચમત્કારિક બચાવ

English summary
GCMMF's chairman and wise chairman's election to be held today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X