ભારતનું પ્રથમ પ્રાઈવેટ મિલિટ્રી એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનું આજે વડોદરામાં થશે ઉદ્ધાન
private military aircraft manufacturing facility: આજે ગુજરાત માટે ખાસ દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સંચેઝ વડોદરા પહોંચી ગયા છે. વડોદરા ખાતે બંને મહાનુભાવો સંયુક્તપણ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ કેમ્પસ ખાતે ટાટા એરફ્રાફ્ટ કોમ્પલેક્સનું ઉદ્ધાટન કરવાના છે.
ટાટા એરફ્રાક્ટ કોમ્પલેક્સ ખાતે C-295 લશ્કરી એરક્રાફ્ટનું ઉત્પાદન થવાનું છે 24 સપ્ટેમ્બર, 2021ન ભારતીય સંરક્ષણ મંત્રાલય દ્વારા ભારતીય વાયુસેના માટે 56C295 મીડિયમ ટેક્ટિકલ લિફ્ટ એરફ્રાક્ટની ખરીદી માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન સાથે કરાર કરવામાં આવ્યા હતા.
આ કરાર મુજબ, ટાટા એડવાન્સ સિસ્ટમ ભારતીય વાયુ સેના માટે એક ભારતીય એરક્રાફ્ટ ક્રોન્ટ્રાક્ટર છે અને તે ભારત માટે 56 એરફ્રાક્ટમાંથી 40નું નિર્માણ અને વિતરણ કરશે.
પ્રથમ 16 એરક્રાફ્ટ સ્પેનમાં એરબસ દ્વારા બનાવવામાં આવશે અને ફ્લાય અવે તરીકે ભારતીય વાયુ સેનાને આપવામાં આવશે. ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા વડોદરા ખાતે ફાઈનલ એસેમ્બલી લાઈન સુવિધાની સ્થાપના કરવામાં આવી છે.

આ સુવિધાને ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સ તરીકે ઓળખવામાં આવે છે. આ ફેસેલિટી ભારતમાં લશ્કરી વિમાન માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ ફાઈન એસેમ્બલી લાઈન હશે.
આ પ્રોજેક્ટમાં કોમ્પોનન્ટ્સ અને પેટા-સિસ્ટમના સપ્લાય માટે કેટલાક ભારતીય સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME) સાથે સહયોગ કરવામાં આવ્યો છે.
એરક્રાફ્ટની સ્વદેશી સામગ્રીમાં નોંધપાત્ર વધારો થવાથી ભારત સરકારની "મેક ઇન ઇન્ડિયા" અને "આત્મનિર્ભર ભારત" પહેલને સમર્થન મળશે અને આયાત પરની નિર્ભરતામાં ઘટાડો થશે.












Click it and Unblock the Notifications
