વડોદરામાં ગોજારી દુર્ઘટના, હરણી તળાવમાં બોટ પલટતા મોટી જાનહાનિ

વડોદરાથી એક ગોજારી દુઘટનાના સમાચાર સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, અહીંના હરણી લેક ઝોનમાં એક તળાવમાં બોટ પલટી છે અને મોટી સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

સમાચાર અનુસાર, વડોદરાના હરણી લેક ઝોન ખાતે તળાવમાં બોટ પલટી છે. આ બોટમાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓ સવાર હતા. હાલ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે.

Harani Lake

સમાચારો અનુસાર, આ દુર્ઘટનામાં છ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. અહેવાલો અનુસાર, વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર બોટમાં બેસાડ્યા હતા. આ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ.

મળતી વિગતો અનુસાર, બોટમાં આ સ્કૂલના 20 થી 25 બાળકો સવાર હતા. હાલ ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે.
ઘટનાને પગલે તળાવ આસપાસના વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. બીજી તરફ ઘટનાને પગલે શોકનો માહોલ સર્જાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X