For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાનો કહેરઃ વડોદરાના ત્રણ ગામમાં અસ્થાયી સ્મશાન ઘાટ બનાવ્યા

કોરોનાનો કહેરઃ વડોદરાના ત્રણ ગામમાં અસ્થાયી સ્મશાન ઘાટ બનાવ્યા

|
Google Oneindia Gujarati News

ભારતમાં કોરોનાવાયરસનું સંક્રમણ સતત વધી રહ્યુ્ં છે, બીજી લહેર બાદ હજી ત્રીજી લહેર નાગરિકોને પરેશાન કરે તેવા પણ અણસાર છે. જો કે બીજી લહેરમાં જ મૃત્યુઆંક વધુ હોવાના લીધે તંત્ર પણ ચિંતિત છે. હાલ કોરોનાવાયરસ ગામડાંઓમાં પણ પગપેસારો કરી ચૂક્યો છે. ગુજરાતના કેટલાય ગામોમાં કોરોનાએ કહેર મચાવ્યો છે. કલ્યાણપુર તાલુકાના દેવળિયા, ભાવનગરના ચોગઠ ગામ સહિતના ગામડાઓએ કોરોનાનું આકરું સ્વરૂપ જોયું છે.

coronavirus

હવે ગુજરાતના વડોદરા જિલ્લામાં પ્રશાસને કોવિડ દર્દીના મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે ખુલ્લા મેદાનને સ્મશાન ઘાટમાં પરિવર્તિત કરવાનો ફેસલો લીધો છે. જિલ્લા પ્રશાસન અધિકારી કિરણ જાવેરીએ જાણકારી આપતા જણાવ્યું કે કોટલી, અંખોલી અને પિપરિયા ગામમાં અસ્થાયી સ્મશાન ઘાટ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જણાવ્યું કે પિપરિયા ગામમાં બનેલ અસ્થાયી સ્મશાન ઘાટ પર ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે અને એમ્બ્યુલન્સ સાથે આવતા પરિજનોના પ્રવેશ પર પણ રોક લગાવી દેવામાં આવી છે. એક દિવસમાં પિપરિયામાં પાંચ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે જ્યારે કોટલી અને અંખોલીમાં દરરોજ સરેરાશ ત્રણ દેહના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે.

ગુજરાતમાં લૉકડાઉન લાગશે? સુરતથી હજારો શ્રમિકોએ પલાયન ચાલુ કર્યુંગુજરાતમાં લૉકડાઉન લાગશે? સુરતથી હજારો શ્રમિકોએ પલાયન ચાલુ કર્યું

સૌથી વધુ કપરી હાલત ભાવનગરમાં આવેલા ચોગઠ ગામની છે. જ્યાં ઘરે-ઘરે ઓછામા ઓછા એક વ્યક્તિ કોરોના સંક્રમિત હોવાના અહેવાલ મળ્યા છે અને માત્ર 20 જ દિવસમાં આ ગામના 90 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.

English summary
Temporary Cemetery constructed in three villages of Vadodara.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X