વડોદરા સાંસદે લોકસભામાં પોતાના મત વિસ્તારમાં મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલની માગ કરી
હાલ કોરોના મહામારી અને વધતા જતા રોગચાળાને કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જે કારણે વડોદરાના સાંસદ રંજન ભટ્ટે લોકસભામાં શહેરમાં એક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલની માંગણી કરી હતી.
વડોદરા : હાલ કોરોના મહામારી અને વધતા જતા રોગચાળાને કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જે કારણે વડોદરાના સાંસદ રંજન ભટ્ટે લોકસભામાં શહેરમાં એક મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલની માંગણી કરી હતી. લોકસભામાં રંજન ભટ્ટે ઝીરો અવર દરમિયાન આ માગ ઉઠાવી હતી.

સંસદમાં બોલતા ભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરા મધ્ય ગુજરાતનું મહત્વનું શહેર છે, જ્યાં આસપાસના જિલ્લાઓમાંથી લોકો સારવાર માટે આવે છે. રંજન ભટ્ટે જણાવ્યું હતું કે, શહેરમાં બે હોસ્પિટલ છે, પરંતુ તેમાં પૂરતી સુવિધાઓ નથી. જે કારણે ઘણા દર્દીઓને અમદાવાદ જવું પડે છે.
રંજન ભટ્ટે સાવલીમાં ESIS હોસ્પિટલની માગ પણ ઉઠાવી હતી અને કહ્યું હતું કે, ઔદ્યોગિક વસાહતમાં લગભગ 35,000 કામદારો છે. જેમને સારવાર માટે વડોદરા આવવું પડી રહ્યું છે.












Click it and Unblock the Notifications
