સંકલ્પ ભૂમિ સ્મારક ખાતે પ્રવાસી સુવિધાઓ વિકસાવાઈ
Sankalp Bhumi Memorial: વડોદરા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર સ્મારક ખાતે વિવિધ પ્રવાસી સુવિધાઓ વિકસાવવા માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે, તેમ પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.
વિધાનસભા ગૃહમાં સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું કે, વડોદરામાં કમાટી બાગ ખાતે સંકલ્પ ભૂમિ સ્મારક તેમજ કલ્યાણનગર ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર મેમોરિયલને વિકસાવવામાં આવી રહ્યા છે.

કમાટીબાગ ખાતે સંકલ્પ ભૂમિ સ્મારકને વિકસાવવા માટે ડૉ. બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતી નિમિત્તે રૂપિયા 11.81 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે અંતર્ગત એમ્ફીથેટર, કમ્પાઉન્ડ વોલ, રીટેઇનિંગ વોલ, ગેટ, ફ્લોરિંગ અને લેન્ડસ્કેપિંગ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.












Click it and Unblock the Notifications
