વડોદરા શહેરમાં રોડ-શો કરશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
Vadodara Lok sabha Election 2024: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા 27 એપ્રિલના રોજ વડોદરા શહેરમાં રોડ શો કરવામાં આવશે. આ રોડ શો રનમુક્તેશ્વર મહાદેવ મંદિરથી બજાર ચાર રસ્તા સુધી યોજવામાં આવશે.
ભાજપના સ્થાનિક ઉમેદવાર ડૉ. હેમાંગ જોશીના પ્રચાર માટે અમિત શાહ વડોદરા શહેરમાં 3 કિલોમીટર લાંબો રોડ શો યોજાશે.

સાંજનો રોડ શો શનિવારે સાંજે 7 કલાકે રનમુક્તેશ્વર મંદિરથી શરૂ થશે અને નાની શાકમાર્કેટ, ચોખંડી, માંડવી, ન્યાય મંદિર, તાડફળિયા થઈને પસાર થશે.
આ રોડ શો પહેલા ભાજપે એક લિંક vadodaracity.bjpgujaratselfie.com બનાવી છે.












Click it and Unblock the Notifications
