For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ: રેલ્વે સ્ટેશન પર વિદ્યાર્થિનીનો પીછો કરનાર 2 શકમંદોની અટકાયત

નવસારીની વિદ્યાર્થિની પર વડોદરામાં ગેંગરેપ બાદ વલસાડમાં આપઘાતના કેસમાં પોલીસે બે શકમંદની અટકાયત કરી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. એક શકમંદ સુરત રેલવે સ્ટેશન પર વિદ્યાર્થિનીનો પીછો કરતો હતો. તેને CCTVને આધારે અમદાવા

|
Google Oneindia Gujarati News

નવસારીની વિદ્યાર્થિની પર વડોદરામાં ગેંગરેપ બાદ વલસાડમાં આપઘાતના કેસમાં પોલીસે બે શકમંદની અટકાયત કરી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. એક શકમંદ સુરત રેલવે સ્ટેશન પર વિદ્યાર્થિનીનો પીછો કરતો હતો. તેને CCTVને આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સુરતની ઝુપડપટ્ટીમાંથી દબોચી લીધો છે. પીડિતાએ ટ્રેનમાં બેસીને સાથી કર્મચારીને મેસેજ કર્યો હતો. આ ઉપરાંત પીડિતાની ડાયરીમાં પણ કોઇ તેનો પીછો કરી રહ્યો હોવાનો ઉલ્લેખ કરેલો છે. બે શકમંદો પૈકી એક રિક્ષાચાલક પકડાયો છે, તે યુવતીનો મિત્ર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજી વ્યક્તિ ઓએસિસ સંસ્થા સંકળાયેલી છે. બીજી તરફ, આજે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને વડોદરા ક્રાઇમ બ્રાંચે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડની મુલાકાત લઇને કેસની તપાસ કરી હતી.

Rape

ગેંગરેપની ઘટનામાં પરિચિતોની જ ભૂમિકા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પીડિતાની સાઇકલ હજી ગાયબ છે, જેથી પોલીસે વેક્સિન મેદાનની આસપાસ સાઇકલની દુકાન ધરાવતા વેપારીઓ સહિતના લોકોની પૂછપરછ કરી હતી. પોલીસની ટીમે ઓએસિસની અન્ય સ્થળે આવેલી ઓફિસમાં પહોંચી પૂછપરછ કરી દસ્તાવેજો કબજે કર્યા હતા. ચાણોદસ્થિત ઓએસિસની ઓફિસમાં પોલીસ દ્વારા આજે ફરી તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસ તપાસનો દૌર કર્ણાટક સુધી લંબાયો હતો. તપાસમાં કર્ણાટકમાં કોલ સેન્ટરમાંથી ઇમરાન નામના શખસે 36 સેકન્ડ સુધી વાત કરી હોવાનું જણાઇ આવ્યું હતું. બીજી તરફ, પોલીસને હજી સુધી સાઇકલ મળી નથી. પોલીસની એક ટીમે ચાણોદની ઓએસિસ સંસ્થાની ઓફિસના મકાન તથા ગંગોત્રી એપાર્ટમેન્ટની ઓફિસમાં પણ ફરીથી સર્ચ કર્યું હતું. આ ઉપરાંત નશેબાજો તથા ભંગારિયાઓની પણ પૂછપરછ કરાઇ હતી.

પોલીસે વેક્સિન મેદાનની આસપાસ બનાવના દિવસ અને સમયગાળાને ધ્યાનમાં રાખીને એ સમયે એ વિસ્તારમાં એક્ટિવ રહેલા મોબાઇલ ફોનની તપાસ શરૂ કરી છે, જેમાં અત્યારસુધી 15 હજારથી વધુ ફોનને ટ્રેસ કરવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો સીસીટીવી ફૂટેજનો ઊંડો અભ્યાસ કરી રહી છે, જેમાં એક સ્થળે બે આરોપી ભાગીને જતા જોવા મળી રહ્યા છે.

શું છે મામલો?

વલસાડ રેલવે સ્ટેશન પર દિવાળીના દિવસે વહેલી સવારે ગુજરાત ક્વીનના D-12 નંબરના કોચમાં ફાંસો ખાધેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. યુવતીની બાજુમાં મળી આવેલા ફોનના આધારે તેની ઓળખ થઈ હતી. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને તેણે લખેલી એક ડાયરી હાથ લાગી હતી, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. એ બાદ વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.

English summary
Vadodara gangrape-suicide case: 2 suspects detained for chasing student at railway station
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X