Vadodara: લગ્નની પ્રથમ માસિક ઉજવવા પતિએ ચલાવી ગોળી, પત્નીએ ગુમાવી આંખ
Vadodara: વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશને સોમવારના રોજ ગોળીબારના કેસની તપાસ શરૂ કરી હતી, જેમાં 20 વર્ષીય મહિલાને તેની આંખમાં ગોળી વાગી હતી. કથિત રીતે જ્યારે તેઓ તેમના લગ્નના પહેલા મહિનાની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે તેમના પતિ દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી. મહિલાની ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવવી પડી હતી.
વડોદરા પોલીસ દ્વારા સોમવારની સાંજે જયસિંહ સિકલીગરને હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો, જ્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેમની પત્ની કોમલ કૌર દંપતીના બેડરૂમમાં ગોળીબારમાં ઘાયલ થઈ હતી.

દિવસની શરૂઆતમાં, મકરપુરા પોલીસ સ્ટેશનને જાહેર સ્થળે કથિત ગોળીબારની ઘટના અંગે એક ખાનગી હોસ્પિટલમાંથી ફોન આવ્યો હતો, જેમાં કૌર ઘાયલ થઈ હતી.
તપાસ શરૂ થતાં, પોલીસે ખાતરી કરી કે, જાહેર ગોળીબાર એ સિકલીગરના પરિવાર દ્વારા 26 નવેમ્બરની રાત્રે તેમના ઘરમાં બનેલી ઘટનાને ઢાંકવા માટે વર્ણવવામાં આવેલી વિકૃત સ્ટોરી હતી.
ઈન્સ્પેક્ટર જે એન પરમારે જણાવ્યું હતું કે, આરોપી અને તેના પરિવારે રવિવારે રાત્રે ત્રણ હોસ્પિટલોની મુલાકાત લીધી, જેની શરૂઆત SSG હોસ્પિટલથી થઈ, જ્યાં તેઓએ સૌપ્રથમ બાઇક અકસ્માતની આપવીતી સંભળાવી હતી, પરંતુ પીડિતાની આંખમાં ગોળી વાગી હોવાથી હોસ્પિટલે વધુ વિગતો માંગી હતી. જે બાદ તેઓ એક ખાનગી હોસ્પિટલમાં ગયા, જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, અજાણ્યા વ્યક્તિઓએ પ્રતાપનગર બ્રિજ પર દંપતીની આઉટિંગ દરમિયાન ગોળીબાર કર્યો હતો. જોકે, જ્યારે અમે સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે આવી કોઈ ફાયરિંગ થઈ નથી.
કુલ મળીને, કૌરને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તે પહેલાં પરિવારે ત્રણ હોસ્પિટલોની મુલાકાત લીધી હતી, જ્યાં તેણીની સર્જરી થઈ હતી.
પરમારે જણાવ્યું હતું કે, પીડિતાના પતિનું વર્તન શંકાસ્પદ હતું. જ્યારે તેમના ઘર અને બેડરૂમની ફોરેન્સિક નિષ્ણાતો દ્વારા તપાસ કરવામાં આવી, ત્યારે સ્પષ્ટ પુરાવા મળ્યા કે ફાયરિંગ ઘરની અંદર જ થયું હતું. ટીમે એક ખાલી બુલેટ કેસ રીકવર કર્યો હતો. જે બાદ આરોપીએ કબૂલાત કરી હતી કે, તેણે તેના કબજામાં રહેલી દેશી પિસ્તોલમાંથી ગોળી ચલાવી હતી.
પરમારે જણાવ્યું હતું કે, પીડિતા હજુ બેભાન હોવાથી, અમે ઘટનાક્રમનો ક્રમ હજુ સુધી જાણી શક્યા નથી, પરંતુ પ્રાથમિક રીતે, અમે જાણ્યું છે કે આરોપી ગેંગસ્ટર બનવાના વિચારથી સંમોહિત હતો. બંદૂક કેવી રીતે નીકળી તે તપાસનો વિષય છે.
મકરપુરા પોલીસે કૌરના પિતાની ફરિયાદના આધારે FIR દાખલ કરી છે. આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને 114 (અપરાધ જ્યારે પ્રેરક હાજર હોય) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
