For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરા મેડીકલ કૉલેજ રેંગિંગ મામલે ફરિયાદ બાદ કરાઈ કાર્યવાહી, MBBSના બીજા વર્ષની પરીક્ષા મોકૂફ

વડોદરામાં ગોત્રી રોડ પર આવેલી GMERS મેડીકલ કોલેજે તેના બે જુનિયર ડૉક્ટરોને રેંગિંગ કેસમાં છેવટે ટર્મિનેટ કરી દીધા છે.

|
Google Oneindia Gujarati News

વડોદરામાં ગોત્રી રોડ પર આવેલી GMERS મેડીકલ કોલેજે તેના બે જુનિયર ડૉક્ટરોને રેંગિંગ કેસમાં છેવટે ટર્મિનેટ કરી દીધા છે. શનિવારે સવારે હોસ્ટેલ કેમ્પસમાં બનેલ રેગિંગ સાથે જોડાયેલ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ સામે પગલાં લીધા છે. એમબીબીએસના બીજા વર્ષના વિદ્યાર્થીઓએ નોંધાવેલી અધિકૃત ફરિયાદના આધારે કોલેજની 12 સભ્યોની એન્ટી રેગિંગ કમિટીએ રવિવારે એક બેઠક યોજી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ પોલિસને સોંપવામાં આવ્યા છે. રેગિંગની ઘટનાને પગલે કોલેજ સત્તાધીશોએ સેકન્ડ યર એમબીબીએસની પરીક્ષા પોસ્ટપોન્ડ કરી દીધી છે.

ragging

ફરિયાદ મુજબ સીનિયર વિદ્યાર્થીઓ દ્વારા બીજા વર્ષના આશરે 60 વિદ્યાર્થીઓને શનિવારે સવારે 4 વાગે ઉઠાડીને લાઈનમાં ઉભા રાખી ઉઠક-બેઠક કરવાનુ કહેવામાં આવ્યુ હતુ. આ ઘટના પ્રકાશમાં ત્યારે આવી જ્યારે આ વિદ્યાર્થીઓમાંથી એકને ઉલટી શરૂ થઈ ગઈ અને તે બેભાન થઈ ગયો ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવો પડ્યો. રવિવારે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ પેનલ સમક્ષ દાવો કર્યો હતો કે તેમને આ ત્રણે જણાએ બીજા વર્ષના વિદ્યાર્થીઓનુ રેગિંગ કરવા માટે દબાણ કર્યુ હતુ કારણકે એ લોકો તેમના સીનિયરોનુ રિસ્પેક્ટ નહોતા કરતા.

કોલેજના ડીન ડૉ. વર્ષા ગોડબોલેએ જણાવ્યુ કે આ વિદ્યાર્થીનુ ઑર્થોપેડીક વિભાગમાં ચેક-અપ થઈ ગયુ છે અને તેની હાલત સ્થિર છે. તેના બધા રિપોર્ટ નૉર્મલ આવ્યા છે. તેને સાયકોમેટ્રીક ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી હતી. આ ઘટનાના કારણે તેને આઘાત લાગ્યો છે. અમે ઑર્થોપેડીક અને સર્જરી વિભાગના બે જુનિયર ડૉક્ટરોને ટર્મિનેટ કરી દીધા છે. આ બંનેને સાથ આપનાર ત્રીજો વ્યક્તિ પણ અમારો પૂર્વ વિદ્યાર્થી છે પરંતુ અમારી સાથે હાલમાં કામ કરતો નથી. અમે પોલિસને આ અંગે સોમવારે જાણ કરીશુ અને તેના માટે પણ નિર્ણય લેવામાં આવશે. ગોડબોલેએ આશ્વાસન આપ્યુ હતુ કે બીજા વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા જે બે નામો આપવામાં આવ્યા છે તેમની સામે પણ પૂરતી તપાસ બાદ કડક પગલાં લેવામાં આવશે. જે પણ આરોપી પુરવાર થશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે જેથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને.

English summary
Vadodara Medical College Ranging case: Action taken after complaint, the second year examination of MBBS has been postponed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X