Vadodara: વડોદરામાં આવકવેરા વિભાગનું સર્ચ, 100થી વધુ અધિકારી જોડાયા
IT Raids in Vadodara: દિવાળી પહેલા ગુજરાતમાં આવકવેરા વિભાગ હરકતમાં આવ્યું છે. આવકવેરા વિભાગ દ્વારા વડોદરા શહેરમાં બે અગ્રણી બિલ્ડર જૂથોના મકાનો પર સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.
આ સર્ચ ઓપરેશન એટલું મોટું છે કે, 12 સ્થળો પર તપાસ કરવા માટે આઈટી વિભાગના 100થી વધુ અધિકારીઓ કાર્યવાહીમાં જોડાયા છે.
રિયલ એસ્ટેટ ગ્રુપ રત્નમના સ્થાપક રિયલ એસ્ટેટ બિઝનેસમેન નિલેશભાઈ શેઠ, સોનક શાહ અને અન્ય લોકો સાથે જોડાયેલા ઓફિસ અને રહેઠાણ સહિતની જગ્યાઓ પર સર્ચ કરવામાં આવી રહ્યું છે.

આવકવેરા વિભાગ આ બિલ્ડર્સ સાથે જોડાયેલા 12 થી વધુ સ્થળોએ કામગીરી કરી રહ્યું છે. વડોદરા શહેરના તેમજ અમદાવાદ અને સુરત IT વિભાગના 100થી વધુ અધિકારીઓ આ કામગીરીમાં જોડાયા છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, આવકવેરા વિભાગના આ સર્ચ બાદ ઘણા બેનામી વ્યવહારો પ્રકાશમાં આવે તેવી શક્યતા છે. આ વ્યવ્હારોમાં બ્લેક મનીની સંડોવણી અંગેની ટિપ ઓફ બાદ સર્ચ શરૂ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
