વડોદરા: પ્રજાસત્તાક દિવસની ઉજવણી પહેલા પોલીસે કર્યું રિહર્સલ, કલેક્ટર રહ્યા હાજર
આગામી 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી થવાની છે. તે પૂર્વે આજે સવારે વડોદરામાં પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું. જેમાં વડોદરાના નવનિયુક્ત કલેક્ટર એ.બી.ગોર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી પહેલા વડોદરામાં આજે સવારે કુબેરભવન પાસે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં રિહર્સલ યોજવામાં આવ્યું હતું. જેમાં ઘોડેસવાર પોલીસ, ડોગ સ્કવોડ, ટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડ, પોલીસ બેન્ડ, હથિયારી પોલીસ સહિતના જવાનો અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
વડોદરાના નવનિયુક્ત કલેક્ટર એ.બી. ગોર આ રિહર્સલ દરમિયાન હાજર રહ્યા હતાં. જ્યાં તેમણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે એ રીતે સમગ્ર તૈયારીઓ કરવા સૂચનો આપ્યા હતા. તેમજ વૃક્ષારોપણ સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર પરેડનું નિરિક્ષણ કર્યું હતું.

Click it and Unblock the Notifications