વડોદરાના યુનાઇટેડ વે ગરબામાં કપલનો કિસિંગ વીડિયો વાયરલ થતા વિવાદ
નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન વડોદરાના યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ ખાતે એક કપલ દ્વારા જાહેરમાં કિસિંગ કરવામાં આવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ સર્જાયો છે.
ગરબામાં માતાજીના પંડાલ સામે જ બનેલી આ ઘટનાને કારણે ધાર્મિક સમૂહો અને ગરબા ખેલૈયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

વાયરલ થયેલા ફૂટેજમાં કપલ હજારો લોકોની ભીડ વચ્ચે નવરાત્રિની પવિત્રતાની અવગણના કરીને કિસ કરતા જોવા મળે છે. આ ઘટનાને કારણે જાહેર જનતા તરફથી યુનાઇટેડ વે ગરબાના આયોજકોની ટીકા થઈ રહી છે.
ગરબા દેવીની પૂજા અને આદર માટે કરવામાં આવતી ધાર્મિક પ્રથા છે, પરંતુ પાર્ટી પ્લોટ અને જાહેર સ્થળોએ આધુનિકતાના નામે અશોભનીય વર્તન જોવા મળે છે.
આ અંગે સનાતન સંત સમિતિએ આ ઘટનાને ગંભીર ગણીને આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યોતિર્નાથ મહારાજે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી અને આસપાસ ઉભેલા લોકોએ હસ્તક્ષેપ ન કરવા બદલ તેમની ટીકા કરી છે.
યુનાઇટેડ વે ઓફ બરોડાના પ્રમુખ તારક પટેલે ઉપસ્થિત લોકોને શિસ્ત અને મર્યાદા જાળવવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, ગરબા એક પવિત્ર પ્રસંગ છે. કપલોએ અયોગ્ય વર્તનથી દૂર રહેવું જોઈએ અને જો તેઓ તેમ ન કરી શકે તો તે અમારા કાર્યક્રમમાં હાજરી ન આપે.












Click it and Unblock the Notifications
